________________
GG
સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૨૦ એક જન્મને આશ્રયીને હોય તો તે વિરહ શિષ્ટત્વ છે, અને આ વેદપ્રામાણ્યઅભ્યપગમ-ઉત્તરકાલવૃત્તિત્વરૂપ વિશેષણથી વેદઅપ્રામાણ્ય-અભ્યાગમના વિરહનું વિશિષ્ટપણે કયા સંબંધથી ગ્રહણ કરવું છે, તે બતાવવા માટે “સ્વસમાનાધિકરણ વિશેષણ મૂકેલ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે જે બ્રાહ્મણે વેદપ્રામાણ્યનો સ્વીકાર કર્યો છે, તે બ્રાહ્મણનો જ ઉત્તરકાલવૃત્તિ-વેદઅપ્રામાણ્ય-અભ્યપગમનો વિરહ જોઈએ. તેથી જે બ્રાહ્મણે વેદપ્રામાણ્ય-અભ્યપગમ કર્યો છે, તે જ બ્રાહ્મણ ઉત્તરકાળમાં વેદઅપ્રામાણ્ય-અભ્યપગમના વિરહવાળો હોય તો તે શિષ્ટ છે, અન્ય નહીં.
વળી વેદપ્રામાણ્યના અભ્યપગમવાળી અન્ય વ્યક્તિ હોય અને વેદઅપ્રામાણ્યના અભ્યપગમના વિરહવાળી અન્ય વ્યક્તિ હોય તો વ્યધિકરણ સંબંધથી વેદપ્રામાણ્યઅભ્યપગમ-ઉત્તરકાલવૃત્તિત્વ-વિશિષ્ટ વેદઅપ્રામાણ્ય- અભ્યપગમનો વિરહ તે અન્ય વ્યક્તિમાં પ્રાપ્ત થાય, પરંતુ તે અન્ય વ્યક્તિ શિષ્ટ નથી. માટે તેમાં શિષ્ટનું લક્ષણ ન જાય તે માટે સ્વસમાનાધિકરણ વિશેષણ મૂકેલ છે; અને જો
સ્વસમાનાધિકરણ” વિશેષણ ન મૂકવામાં આવે તો વ્યધિકરણ સંબંધથી વેદપ્રામાણ્યનો અભ્યપગમ સ્વીકારનાર બ્રાહ્મણ કરતાં અન્ય કોઈ વ્યક્તિને આશ્રયીને ઉત્તરકાલમાં વેદઅપ્રામાણ્યના અભ્યાગમનો વિરહ પ્રાપ્ત થતો હોય તો તે અન્ય વ્યક્તિને પણ શિષ્ટ માનવાનો અતિપ્રસંગ આવે. તેથી શિષ્ટના લક્ષણમાં પરિષ્કાર કરવા માટે સ્વસામાનાધિકરણ્ય સંબંધ મૂકેલ છે.
વળી કોઈ બ્રાહ્મણ વેદપ્રામાણ્યને સ્વીકાર્યા પછી કોઈક રીતે વેદમાં સંશયવાળો થાય, તેથી વેદને અપ્રમાણરૂપે માને, તો વેદપ્રામાણ્ય સ્વીકાર્યા પછી તે બ્રાહ્મણ ઉત્તરકાળમાં વેદપ્રામાણ્યના અભ્યપગમના ધ્વસવાળો પ્રાપ્ત થાય. તે બ્રાહ્મણમાં શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિના વારણ માટે “સ્વઉત્તરવેદપ્રામાણ્યઅભ્યપગમખ્વસ-અનાધાર' વિશેષણ મૂકેલ છે.
હવે જો “સ્વઉત્તરવેદપ્રામાણ્ય-અભ્યપગમખ્વસનો અનાધાર' એ રૂપ વિશેષણ ન મૂકવામાં આવે, તો કોઈ બ્રાહ્મણ વેદને પ્રમાણ સ્વીકાર્યા પછી ઉત્તરકાળમાં વેદને અપ્રમાણ સ્વીકારતો હોય, આમ છતાં તે બ્રાહ્મણમાં સ્વાપાદિદશામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org