________________
સમ્યગ્દદ્વિાત્રિંશિકા/મ્લોક-૨૬
૯૭
સમૂહ ગ્રહણ કરવામાં આવે તો શિષ્ટના લક્ષણમાં આવતી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિનું નિવારણ થઈ શકે; કેમ કે જીવવૃત્તિ દેવદત્તાદિ સર્વ મનુષ્યોના અને સર્વ દેવોના તે તે જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવના સમૂહનો અભાવ ગ્રહણ કરીએ તો તેવા સમૂહનો અભાવ કાકાદિમાં છે. તેથી કાકાદિમાં શિષ્યનું લક્ષણ અતિવ્યાપ્ત થાય નહીં અને જીવવૃત્તિ તદ્ તદ્ જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવના સમૂહને ગ્રહણ કરીએ તો તેવો સમૂહ બ્રાહ્મણાદિમાં છે. તેથી બ્રાહ્મણાદિમાં શિષ્યનું લક્ષણ અવ્યાપ્ત થાય નહીં, પરંતુ ઉત્કર્ષને જાતિરૂપે સ્વીકારવામાં દોષ આવવાને કારણે તેને છોડીને તે તે જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવકૂટ ગ્રહણ કરવાથી તે તે મનુષ્યના જ્ઞાન અને તે તે દેવના જ્ઞાનના અવચ્છેદક એવા શરીરના સંબંધના અભાવની ઉપસ્થિતિ કરવા માટે અનંતા પદાર્થોની ઉપસ્થિતિ કરવી પડે. તેથી તેવી ઉપસ્થિતિ અતિ દુષ્કર છે. માટે આ પ્રકારનું શિષ્ટનું લક્ષણ અકિંચિત્કર છે. II૨૬ના
પૂર્વશ્લોક સાથે અવતરણિકાનું જોડાણ :
પદ્મનાભે શિષ્ટનું લક્ષણ કર્યું, તેમાં આવતા દોષોને શ્લોક-૨૪-૨૫માં બતાવીને ગ્રંથકારશ્રીએ શ્લોક-૨૬માં કહ્યું કે ‘જીવવૃત્તિવિશિષ્ટઅંગાભાવનો અભાવ' લક્ષણમાં નિવેશ કરવામાં આવે તો અત્યાર સુધી આવતા અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિદોષનું નિરાકરણ થઈ શકે, તોપણ ઉત્કર્ષ અને અપકર્ષ અવ્યવસ્થિત હોવાને કારણે આ રીતે કરાયેલા લક્ષણમાં પણ અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિદોષ આવે છે; અને મનુષ્યાદિજ્ઞાનસાધારણઉત્કર્ષને જાતિ સ્વીકારીને તે દોષનું નિવારણ થઈ શકે, પરંતુ તે જાતિ સ્વીકારવામાં સાંકર્ય દોષ આવે છે. તેથી જાતિ સ્વીકારીને આ નવું કરાયેલું શિષ્ટનું લક્ષણ દોષનિવારણ કરવા માટે સમર્થ નથી; અને તદ્ તદ્ જ્ઞાનીવચ્છેદકશરીરસંબંધાભાવકૂટને ગ્રહણ કરીને દોષનું નિવારણ થઈ શકે, પરંતુ તે રીતે ઉપસ્થિતિ ક૨વામાં અનંત પદાર્થોની કલ્પના કરવી પડે છે. તેથી તે લક્ષણ પણ સંગત નથી=યુક્ત નથી.
હવે એક જન્મને આશ્રયીને શિષ્યનું લક્ષણ કરવાથી ઉપર બતાવેલ સર્વ દોષોનો પરિહાર થઈ શકે, તે બતાવીને તે રીતે લક્ષણ કરવામાં પણ કાર્ત્ય અને દેશને આશ્રયીને અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ આવે છે, તે બતાવવા ગ્રંથકારશ્રી કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org