________________
સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨ | (i) ઈશ્વર અને દેવનું જ્ઞાન મનુષ્યના જ્ઞાન કરતાં ઉત્કર્ષવાળું છે અને કાકાદિજ્ઞાન કરતાં મનુષ્યનું જ્ઞાન ઉત્કર્ષવાળું છે, તેથી ઉત્કર્ષવિશેષ જાતિ નં. ૧ અને નં. રમાં રહે છે. જે નં. ૪થી બતાવાયેલ છે.
(ii) ઈશ્વર અને દેવના જ્ઞાન કરતાં મનુષ્યનું જ્ઞાન અપકર્ષવાળું છે અને મનુષ્યજ્ઞાન કરતાં કાકાદિજ્ઞાન અપકર્ષવાળું છે, તેથી અપકર્ષવિશેષ જાતિ નં. ૨ અને નં. ૩માં રહે છે, જે નં. પથી બતાવાયેલ છે. તેથી ઉત્કર્ષવિશેષ જાતિ અને અપકર્ષ જાતિ નં. રમા એકાધિકરણ પ્રાપ્ત થાય છે. ઉત્કર્ષવિશેષ જાતિ નં. ૧માં ભિન્નાધિકરણ છે. અપકર્ષવિશેષ જાતિ નં. ૩માં ભિત્રાધિકરણ છે.
અર્થાત્ આ બંને જાતિઓ કોઈક સ્થાને એકાધિકરણ છે અને આ બંને જાતિઓ કોઈક સ્થાને ભિન્નાધિકરણ છે. માટે ભિત્રાધિકરણમાં રહેલ જાતિનું એકત્ર અવસ્થાન થવાથી સાંર્યદોષ આવે છે. સારાંશ :
ઉત્કર્ષવિશેષ જાતિ સાથે અપલ્પવિશેષ જાતિનું સાંકર્યા હોવાથી મનુષ્યાદિજ્ઞાનસાધારણઉત્કર્ષજાતિને જાતિરૂપે સ્વીકારી શકાય નહીં.
આ રીતે દેવદત્તાધિજન્યતાવચ્છેદિકા જાતિ સાથે અને અપકર્ષવિશેષ સાથે સાંકર્યદોષ હોવાને કારણે નૈયાયિકો મનુષ્યાદિજ્ઞાનસાધારણઉત્કર્ષને જાતિવિશેષરૂપે સ્વીકારીને શિષ્ટના લક્ષણની કાકાદિમાં આવતી અતિવ્યાપ્તિનું અને બ્રાહ્મણમાં આવતી અવ્યાપ્તિનું નિવારણ કરી શકે નહીં. તેથી તે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિના નિવારણ માટે તેઓને તે તે જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવકૂટને' ગ્રહણ કરવો પડે, અને તે ગ્રહણ કરવામાં ઉપસ્થિતિકૃત ગૌરવ છે. માટે તે તે જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવકૂટનું ગ્રહણ દુર્રહ છે. માટે આ પ્રકારનું લક્ષણ અકિંચિત્કર છે.
આશય એ છે કે કાકમાં આવતી અતિવ્યાપ્તિ અને ઈશ્વરમાં આવતી અવ્યાપ્તિના નિવારણ માટે જીવવૃત્તિવિશિષ્ટ અંગાભાવના અભાવનું ગ્રહણ કર્યું, તે સ્થાનમાં વિશિષ્ટ અંગાભાવથી તદ્ તદ્ જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org