________________
સમ્યગ્દદ્વિાત્રિંશિકા/શ્લોક-૨૬
નામની જાતિ કાર્યમાત્રમાં વૃત્તિ થાય, અને કાર્યમાત્રમાં વૃત્તિ જાતિ સ્વીકારવામાં આવે તો તે જાતિ કાર્યતાવચ્છેદક છે તેમ માનવું પડે, અને તેમ સ્વીકારીએ તો એ દોષ પ્રાપ્ત થાય કે જગતમાં વર્તતાં તમામ કાર્યો પ્રત્યે કોઈક એવું કારણ છે કે જે સર્વ કાર્યોનું કારણ છે. તે આ રીતે
જેમ જગતમાં ઘટાદિ કાર્યો થાય છે ત્યાં જે તદ્દટરૂપ કાર્ય થાય છે, તેના પ્રત્યે તદંડ કારણ છે. તેથી તદ્ઉટ અને તદંડ વચ્ચે કાર્યકારણભાવ આનુભવિક છે. આમ છતાં સર્વ ઘટમાં ઘટત્વ નામની જાતિ નૈયાયિકો સ્વીકારે છે. તેથી તદ્ઉટ અને તદંડ વચ્ચે કાર્યકારણભાવ આનુભવિક સિદ્ધ હોવા છતાં, ઘટત્વેન દંડત્વન કાર્યકારણભાવ નૈયાયિકો સ્વીકારે છે; કેમ કે ઘટત્વ જાતિ ઘટનિષ્ઠ કાર્યતાવચ્છેદક છે. તેથી ઘટત્વાવચ્છિન્ન કાર્યમાં જેમ દંડત્વાવચ્છિન્ન કારણતાની કલ્પના કરાય છે, તેમ ઉત્કર્ષાવચ્છિન્ન કાર્યમાં કોઈક કારણની કલ્પના કરવી પડે, અને તેવી કલ્પના કોઈને માન્ય નથી. આથી જ નૈયાયિકો કાર્યમાં કાર્યત્વ જાતિ સ્વીકારતા નથી, પરંતુ કાર્યત્વને તદ્ વ્યક્તિ વિશ્રાંત કહે છે, અને નૈયાયિકો જો ઉત્કર્ષને જાતિરૂપે સ્વીકારે તો ઉત્કર્ષાવચ્છિન્ન કાર્ય પ્રત્યે કોઈક સાધારણ કારણને સ્વીકારવાની તેઓને આપત્તિ આવે.
,
૯૩
આનાથી એ ફલિત થાય કે કાકમાં આવતી શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિ અને બ્રાહ્મણમાં આવતી શિષ્યના લક્ષણની અવ્યાપ્તિ દોષનો પરિહાર નૈયાયિકો ઉત્કર્ષને જાતિરૂપે સ્વીકારીને કરી શકે નહીં; કેમ કે ઉત્કર્ષને જાતિ સ્વીકારવા જતાં ઉત્કર્ષાવચ્છિન્ન કાર્યમાત્ર પ્રત્યે અનુગત કારણની કલ્પનાની આપત્તિ પ્રાપ્ત થાય છે; અને તે આપત્તિના નિવારણ માટે પૂર્વપક્ષી કહે કે ઈશ્વરના જ્ઞાનનું સાધારણપણું હોવાથી તેનું=ઉત્કર્ષનું, કાર્યમાત્ર વૃત્તિપણું નથી.
આશય એ છે કે કાકાદિજ્ઞાનવ્યાવૃત્ત મનુષ્યાદિજ્ઞાનસાધારણ એવા ઉત્કર્ષને જાતિવિશેષ સ્વીકાર્યો, તે સ્થાનમાં ‘આદિ’ પદથી દેવનું જ્ઞાન અને ઈશ્વરનું જ્ઞાન ગ્રહણ થાય છે. તેથી આ ઉત્કર્ષ જાતિ મનુષ્યજ્ઞાન, દેવજ્ઞાન અને ઈશ્વરજ્ઞાન સાધારણ છે, અને ઈશ્વર જેમ તમામ કાર્યોનું જ્ઞાન કરે છે, તેમ તમામ કાર્યોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org