________________
૯૨
સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૬ અવ્યાપ્ત થાય છે, અને તે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષના નિવારણ માટે કાકાદિજ્ઞાનવ્યાવૃત્ત મનુષ્યાદિજ્ઞાનસાધારણ” એવા ઉત્કર્ષને જાતિવિશેષરૂપે સ્વીકારવામાં આવે તો તે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષ દૂર થાય; કેમ કે જીવવૃત્તિવિશિષ્ટ અંગાભાવના અભાવરૂપ ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરથી કાકાદિના શરીરનું પણ ગ્રહણ થતું હતું. તેથી શિષ્ટનું લક્ષણ કાકાદિમાં અતિવ્યાપ્ત થતું હતું, અને દેવાદિ જ્ઞાનની અપેક્ષાએ બ્રાહ્મણાદિનું જ્ઞાન અપકૃષ્ટ હોવાને કારણે ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરથી બ્રાહ્મણાદિનું શરીર પણ ગ્રહણ થતું ન હતું. તેથી શિષ્ટ એવા બ્રાહ્મણમાં પણ શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થતું હતું. તેના નિવારણ માટે ઉત્કર્ષને જાતિવિશેષ સ્વીકારવામાં આવે અને મનુષ્ય અને દેવના જ્ઞાનમાં રહેનાર એવા ઉત્કર્ષરૂપ જાતિવિશેષને ગ્રહણ કરીએ તો અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષ આવે નહીં; કેમ કે કાકાદિનું ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીર નથી. તેથી કાકાદિમાં આ લક્ષણ અતિવ્યાપ્ત થાય નહીં અને શિષ્ટ એવા બ્રાહ્મણમાં ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરનો અભાવ નથી. તેથી અવ્યાપ્તિ આવે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે –
નૈયાયિકો કાકાદિજ્ઞાનવ્યાવૃત્ત મનુષ્યાદિજ્ઞાનસાધારણ એવા ઉત્કર્ષને જાતિવિશેષરૂપે સ્વીકારતા નથી, અને જો શિષ્ટના લક્ષણમાં આવતા દોષના નિવારણ માટે કાકાદિજ્ઞાનવ્યાવૃત્ત મનુષ્યાદિજ્ઞાનસાધારણ એવા ઉત્કર્ષને જાતિરૂપે
સ્વીકારે તો મનુષ્યાદિજ્ઞાનસાધારણ એવો ઉત્કર્ષ કાર્યમાત્રમાં વૃત્તિ છે. તેથી ઉત્કર્ષરૂપ જાતિ કાર્યમાત્રમાં વૃત્તિ પ્રાપ્ત થાય અને કાર્યમાત્રમાં વૃત્તિ જો કોઈ જાતિ હોય તો જાતિ કાર્યતાવચ્છેદક બને, અને કાર્યતાવચ્છેદક જાતિ સ્વીકારીએ તો કાર્યતાવચ્છેદક જાતિથી અવચ્છિન્ન એવા કાર્યમાં કોઈક અનુગત કારણ છે, તેમ કલ્પના કરવાની આપત્તિ આવે.
આશય એ છે કે મનુષ્યદેવાદિનું જ્ઞાન જગતનાં તમામ કાર્યોને જોઈ શકે છે, પરંતુ સર્વ કાર્યના આદ્ય કારણભૂત એવા પરમાણુને જોઈ શકતું નથી. અને પરમાણુ કયણુકનું કારણ છે પણ કોઈનું કાર્ય નથી. તેથી મનુષ્યાદિજ્ઞાનસાધારણ એવો જે જ્ઞાનમાં વર્તતો ઉત્કર્ષ તેને જાતિરૂપે સ્વીકારવામાં આવે તો જગતમાં જે કોઈ કાર્યો છે તે સર્વમાં આ ઉત્કર્ષજાતિવિશેષ રહે છે તેમ સિદ્ધ થાય; કેમ કે જગતના તમામ કાર્યોનું જ્ઞાન મનુષ્યાદિ કરી શકે છે. તેથી આ ઉત્કર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org