________________
૯૦
સમ્યગ્દરિદ્વાત્રિશિકા/બ્લોક-૨૬ પ્રાપ્ત થઈ શકે છે; કેમ કે કીડી આદિના જ્ઞાનની અપેક્ષાએ કાકાદિનું જ્ઞાન ઉત્કૃષ્ટ છે. તેથી ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવનો અભાવ=ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર, કાકભવમાં પણ છે. તેથી બ્રાહ્મણ ઉત્તરકાલીન કાકમાં શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્ત થશે અને શિષ્ટ એવા બ્રાહ્મણમાં આ લક્ષણ અવ્યાપ્ત થશે; કેમ કે દેવાદિ જ્ઞાનની અપેક્ષાએ બ્રાહ્મણાદિનું જ્ઞાન અપકૃષ્ટ છે. તેથી ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવના અભાવરૂપ ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર બ્રાહ્મણને નથી. તેથી શિષ્ટ એવા બ્રાહ્મણમાં પ્રસ્તુત લક્ષણ જશે નહીં. ઉત્થાન :
ઉત્કર્ષ અને અપકર્ષ અપેક્ષાએ હોવાને કારણે અવ્યવસ્થિત હોવાથી ઉપર કરાયેલા લક્ષણમાં અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિદોષ તદવસ્થ રહે છે. તે દોષના નિવારણ માટે ઉત્કર્ષને જાતિવિશેષરૂપે સ્વીકારીને શિષ્ટનું લક્ષણ કરવામાં આવે તો દોષોનું નિવારણ થાય, પરંતુ ઉત્કર્ષને જાતિવિશેષ સ્વીકારવામાં જે દોષ આવે છે તે ગ્રંથકારશ્રી બતાવે છે -- ટીકા :__ न च काकादिज्ञानव्यावृत्तं मनुष्यादिज्ञानसाधारणमुत्कर्षं नाम जातिविशेषमाद्रियन्ते भवन्तः, अन्यथा कार्यमात्रवृत्तिजातेः कार्यतावच्छेदकत्वनियमेन तदवच्छिन्नेऽनुगतकारणकल्पनापत्तिः, 'ईश्वरज्ञानसाधारण्यान तस्य कार्यमात्रवृत्तित्वमिति' चेत् ? तथापि देवदत्तादिजन्यतावच्छेदिकयाऽपकर्षविशेषेण च सांकर्यान्न जातित्वं, तत्तद्ज्ञानावच्छेदकशरीरसम्बन्धाभावकूटस्तु दुर्ग्रह इति न किञ्चिदेતત્ શારદા ટીકાર્ચ -
= ાર ... – વિશ્વિત || અને કાકાદિજ્ઞાનવ્યાવૃત્ત મનુષ્યાદિજ્ઞાનસાધારણ ઉત્કર્ષરૂપ જાતિવિશેષ તમારા વડે સ્વીકારાતો નથી. અન્યથા=કાકાદિજ્ઞાનવ્યાવૃત્ત મનુષ્યાદિજ્ઞાનસાધારણ એવા ઉત્કર્ષને જાતિવિશેષરૂપે બ્રાહ્મણો વડે સ્વીકારવામાં આવે તો, કાર્યમાત્રવૃત્તિ જાતિનો= કાર્યમાત્રમાં વૃત્તિ એવી ઉત્કર્ષરૂપ જાતિવિશેષનો, કાર્યતાવચ્છેદકપણાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org