SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૨૬ આવતો નથી; કેમ કે ઈશ્વર અશરીરી હોવાથી ઈશ્વરમાં ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવનો અભાવ નથી, પરંતુ ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરનો અભાવ છે; તોપણ જીવવૃત્તિવિશિષ્ટ અંગાભાવનો અભાવ છે અર્થાત્ વિશેષ્ય અંશરૂપ વિશિષ્ટઅંગાભાવાભાવ નથી, પરંતુ જીવવૃત્તિરૂપ વિશેષણથી વિશિષ્ટ એવો અંગાભાવાભાવ છે વિશેષાભાવ પ્રયુક્ત વિશિષ્ટાભાવ નથી, તોપણ વિશેષણાભાવ પ્રયુક્ત વિશિષ્ટાભાવ છે. માટે શ્લોક-૨૦માં બતાવેલ ઈશ્વરમાં અવ્યાપ્તિ દોષનો પરિહાર થાય છે. આ રીતે શ્લોક-૨૨-૨૩માં પદ્મનાભે કરેલા શિષ્ટના લક્ષણનો પરિષ્કાર ગ્રહણ કરીને તે લક્ષણમાં પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધમાં બતાવ્યો તેવો પરિષ્કાર કરવામાં આવે, તો બ્રાહ્મણભવઉત્તરકાલીન કાકશરીરમાં શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિનો પરિહાર થાય છે, અને આ લક્ષણ ઈશ્વરમાં પણ અવ્યાપ્ત થતું નથી. વળી શ્લોક-૨૪માં બતાવ્યું એ પ્રમાણે બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થતું હતું, તેના નિવારણ માટે શ્લોક-રપમાં યત્કિંચિત્'નું ગ્રહણ કર્યું. તેથી ત્રણ સ્થાનમાં અતિવ્યાપ્તિ દોષ પ્રાપ્ત થતો હતો, પરંતુ પ્રસ્તુત શ્લોકમાં બતાવ્યું તે પ્રમાણે શિષ્ટનું લક્ષણ કરવામાં આવે તો શ્લોક-૨૪માં બતાવેલ અવ્યાપ્તિનો દોષ પણ આવતો નથી અને શ્લોક-૨પમાં બતાવ્યા પ્રમાણે ત્રણ સ્થાને આવતી અતિવ્યાપ્તિ પણ દૂર થાય છે. આમ છતાં સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારતાં આ રીતે પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધમાં બતાવ્યો તેવો પરિષ્કાર કરાયેલું પણ શિષ્ટનું લક્ષણ બ્રાહ્મણના ઉત્તરમાં કાકભવમાં અતિવ્યાપ્ત થાય છે, તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે કે ઉત્કર્ષ અને અપકર્ષ અપેક્ષાએ અવ્યવસ્થિત છે, તેથી બ્રાહ્મણના ઉત્તરના કાકભવમાં શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિ અને શિષ્ટ એવા બ્રાહ્મણમાં શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ આવશે. તે આ રીતે – કીડી આદિના જ્ઞાનની અપેક્ષાએ કાકાદિના જ્ઞાનનું ઉત્કૃષ્ટપણું છે અને દેવાદિના જ્ઞાનની અપેક્ષાએ બ્રાહ્મણાદિના જ્ઞાનનું અપકૃષ્ટપણું છે. તેથી પ્રસ્તુત લક્ષણમાં જીવવૃત્તિવિશિષ્ટ અંગાભાવાભાવનું ગ્રહણ કર્યું, તે સ્થાનમાં ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવનો અભાવ બ્રાહ્મણ ઉત્તરભાવી કાકભવમાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004675
Book TitleSamyagadrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy