________________
૯૪
સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૫
લક્ષણમાં આવતી અવ્યાપ્તિનું પદ્મનાભ નિરાકરણ કરે તો તે લક્ષણ નીચે પ્રમાણે થાય અને તે લક્ષણમાં ત્રણ સ્થાનમાં અતિવ્યાપ્તિદોષ આવે છે.
'यत्किञ्चित् स्वारसिकवेदप्रामाण्याभ्युगमकाले यावदपकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धविरहसमानकालीनस्वारसिकवेदाप्रामाण्यनभ्युपगमः शिष्टत्वं'
તે ત્રણ પ્રકારની અતિવ્યાપ્તિમાંથી બે પ્રકારની અતિવ્યાપ્તિને બતાવનાર કોષ્ટક ઃ
(i)
(ii)
(iii)
બ્રાહ્મણભવ અંતરાલ કાકભવ
(કાકશરીરનો
પ્રાગભાવ
(iv)
અંતરાલ
(કાકશરીર ધ્વંસ
બ્રાહ્મણ શરીર
કાકશરીર અગ્રહદશા)
અગ્રહદશા)
(૧) (v) નંબરના બ્રાહ્મણભવના વેદપ્રામાણ્ય અભ્યપગમને આશ્રયીને (iv) માં આવતી અતિવ્યાપ્તિ :
(v)
બ્રાહ્મણભવ
જેમ કોઈ બ્રાહ્મણ મરીને કાગડો થાય, અને પછી બ્રાહ્મણ થાય ત્યારે તે બ્રાહ્મણે પ્રથમ ભવમાં વેદને પ્રમાણ સ્વીકારેલ, અને તે બ્રાહ્મણના ભવમાં ક્યારેય પણ વેદને અપ્રમાણ સ્વીકારેલ નથી. તેવો બ્રાહ્મણ કાકભવમાં જાય છે ત્યારે પણ વેદના અપ્રામાણ્યનો અસ્વીકાર છે, અને કાક ઉત્તરમાં બ્રાહ્મણના ભવમાં જાય છે ત્યારે પણ વેદના અપ્રામાણ્યનો અસ્વીકાર છે.
આ સ્થાનમાં પ્રથમ (i) બ્રાહ્મણના ભવના વેદપ્રામાણ્યને સ્વીકારીને વિચારણા ક૨વાને બદલે કાગડાના ઉત્તરભવમાં થનારા (v) બ્રાહ્મણ ભવમાં તે વેદપ્રામાણ્ય સ્વીકાર ક૨શે, તેને આશ્રયીને શિષ્ટના લક્ષણની વિચારણા કરવામાં આવે તો, કાકભવ પશ્ચાત્ બ્રાહ્મણભવના શરીરની અગ્રહદશામાં શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિ થશે; કેમ કે તે અવસ્થામાં કાકશરીરના સંબંધનો ધ્વંસ વર્તે છે. તેથી યાવતું અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવની ત્યાં પ્રાપ્તિ થાય. માટે શિષ્યનું લક્ષણ ત્યાં અતિવ્યાપ્ત બન્યું.
Jain Education International
(૨) (i) નંબરના બ્રાહ્મણના ભવના વેદપ્રામાણ્ય અભ્યુપગમને આશ્રયીને (ii) માં આવતી અતિવ્યાપ્તિ :
For Private & Personal Use Only
www.jainelibrary.org