________________
८०
સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૪
કરેલું લક્ષણ પ્રસ્તુત બ્રાહ્મણમાં જતું નથી. વસ્તુતઃ તે બ્રાહ્મણે પૂર્વભવમાં વેદપ્રામાણ્ય સ્વીકારેલું અને કાકભવમાં અને કાકભવ ઉત્તર પ્રાપ્ત થયેલા બ્રાહ્મણના ભવમાં વેદઅપ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી. તેથી વેદઅપ્રામાણ્યના અભ્યુપગમનો વિરહ છે. તેથી તે બ્રાહ્મણને શિષ્ટ કહેવો જોઈએ, આમ છતાં પદ્મનાભે કરેલું શિષ્ટનું લક્ષણ તે બ્રાહ્મણમાં જતું નથી.
આ અવ્યાપ્તિદોષના નિવારણ માટે પદ્મનાભ કહે કે ‘કાકભવ ઉત્તર ભવમાં થયેલ બ્રાહ્મણ જ્યાં સુધી વેદપ્રામાણ્યનો સ્વીકાર કરે નહીં ત્યાં સુધી તે શિષ્ટ નથી. માટે તેમાં શિષ્યનું લક્ષણ ન જાય તેમાં કોઈ દોષ નથી, અને તે બ્રાહ્મણ જ્યારે પક્વ ઉંમરવાળો થઈને ‘વેદ પ્રમાણ છે' એવો સ્વીકાર કરે, ત્યારે તે શિષ્ટ છે, અને તે વખતે તેમાં શિષ્યનું લક્ષણ સંગત થાય છે.
આ પ્રકારના પદ્મનાભના સમાધાનમાં ગ્રંથકારશ્રી કહે છે કે આ રીતે શિષ્ટના લક્ષણની સંગતિ કરવા અર્થે જે કોઈ ભવના વેદપ્રામાણ્યનો સ્વીકાર આવશ્યક જણાય તેનું ગ્રહણ કરવું, અને જે કોઈ ભવના વેદપ્રામાણ્યનો સ્વીકાર આવશ્યક ન જણાય તેને છોડી દેવો, એવો અર્થ પ્રાપ્ત થાય છે. તે આ રીતે -
પૂર્વે બ્લોક-૨૨-૨૩માં પદ્મનાભે કહેલ કે કોઈ બ્રાહ્મણ પણ મરીને બૌદ્ધ થાય અને જ્યાં સુધી ‘વેદ અપ્રમાણ છે’ એમ ન સ્વીકારે ત્યાં સુધી તે બૌદ્ધરૂપે થયેલ બ્રાહ્મણ શિષ્ટ છે. તેથી આ સ્થાનમાં પૂર્વભવના બ્રાહ્મણના વેદપ્રામાણ્યને સ્વીકારીને લક્ષણની સંગતિ કરી; અને પ્રસ્તુત સ્થાનમાં પૂર્વભવના બ્રાહ્મણના વેદપ્રામાણ્યને સ્વીકારીને અવ્યાપ્તિદોષ આવતો હતો, તેના નિવારણ માટે પદ્મનાભે કહ્યું કે પૂર્વભવના વેદપ્રામાણ્યને સ્વીકારીને કાક ઉત્તર ભવમાં થયેલ બ્રાહ્મણ શિષ્ટ નથી, પરંતુ વર્તમાન બ્રાહ્મણ ભવમાં વેદપ્રામાણ્ય સ્વીકારે ત્યારે તે શિષ્ટ થાય.
આ રીતે એ ફલિત થયું કે શિષ્ટના લક્ષણની સંગતિ કરવા માટે જે ભવનું વેદપ્રામાણ્ય પોતાને લક્ષણમાં અનુકૂળ જણાય તેનું ગ્રહણ કરવું, અને જે ભવનું વેદપ્રામાણ્ય પોતાને પ્રતિકૂળ જણાય તેનું અગ્રહણ કરવું, તેવો અર્થ પ્રાપ્ત થાય; અને તેવો અર્થ સ્વીકારીએ તો શું દોષ આવે છે ? તે ગ્રંથકારશ્રી આગળના શ્લોકમાં બતાવે છે. ||૪||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org