________________
૪૫
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૫ અધિકાર કંઈક ઓછો થાય છે, ત્યારે જીવ શાંત-ઉદાત્ત થાય છે અને પ્રતિસ્રોતગમન કરે છે, અને આ પ્રતિસ્રોતગમનને કારણે જીવમાં શુભ પરિણામની વૃદ્ધિ થાય છે, માટે ગોપેન્દ્રએ અપુનબંધકને યોગ સ્વીકારેલ છે, તે ઉચિત છે. પ્રતિસોતગમન શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ઇન્દ્રિય અને કષાયને અનુકૂળ વૃત્તિ તે અનુસ્રોતગમન છે અને ઇન્દ્રિય અને કષાયને પ્રતિકૂળ વૃત્તિ તે પ્રતિસ્ત્રોતગમન છે.
સામાન્ય રીતે અપુનબંધક જીવો સંસારની પ્રવૃત્તિ છોડીને કેવળ આત્મહિત માટે પ્રવૃત્તિ કરનારા હોતા નથી, તેથી ઇન્દ્રિયોના વિષયોનું સેવન પણ કરે છે અને ભોગાદિની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે કષાયના ભાવો પણ કરે છે. આમ છતાં અત્યાર સુધી ઇન્દ્રિયોના ભાવો પ્રત્યેનું જે ગાઢ આકર્ષણ હતું અને પોતાને ઇષ્ટ પદાર્થોમાં રાગ અને અનિષ્ટ પદાર્થોમાં દ્વેષ અનિવર્તનીયરૂપે વર્તતો હતો, તે કંઈક મંદ થયો છે, તેથી ઇન્દ્રિયોની આધીનતામાં અસારતા અને કષાયોમાં સંક્લેશતા અપુનબંધક જીવોને કંઈક દેખાય છે, માટે ઇન્દ્રિયોની આધીનતા અને કષાયોમાં થતી સંક્લેશતાથી પર એવી જીવની અવસ્થાને અભિમુખ અપુનબંધક જીવ થાય છે, તેથી સંસારમાં ભોગાદિ કરતા હોય તોપણ ગાઢ રાગ પ્રવર્તતો નથી, માટે અપનબંધક જીવો સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. આ તેઓની ઇન્દ્રિયો અને કષાયોને પ્રતિકૂળ પ્રવૃત્તિ છે.
અહીં વિશેષ એ છે કે નિર્લેપ મુનિઓ ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરીને અને કષાયોના સ્કુરણનો નિરોધ કરીને નિષ્કષાય અવસ્થા તરફ જવાના ઉદ્યમવાળા હોય છે, તે તેઓનું પ્રતિસ્રોતગમન રુચિથી અને પ્રવૃત્તિથી હોય છે. અપુનબંધક જીવો તપ-ત્યાગાદિ કરતા હોય કે શાસ્ત્રના તત્ત્વનું ચિંતન કરતા હોય ત્યારે તેઓની ઇન્દ્રિય અને કષાયની વિરુદ્ધ પ્રવૃત્તિ છે, તોપણ ભોગાદિની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે ઇન્દ્રિયોને અનુકૂળ પ્રવૃત્તિ કરતા હોય છે અને વિષયોમાં કંઈક રાગ પણ હોય છે, તેથી કષાયોને અનુકૂળ પ્રવૃત્તિ પણ વર્તે છે. આમ છતાં વિષયોની અસારતા અને કષાયોની સંક્લેશતા સમજી શકે તેવી નિર્મળતા અપુનબંધક જીવોમાં છે, તેથી સંસારમાં ઉચિત પ્રવૃત્તિ કરીને પણ ઇન્દ્રિયોની વૃત્તિઓ અને કષાયોની વૃત્તિઓ કંઈક ક્ષણ કરે છે, તેથી અપુનબંધકને પ્રતિસ્રોતગામી કહેલ છે. આપણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org