________________
અપુનઃબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૨-૩
દૃષ્ટિરૂપ છે; અને માર્ગપ્રવેશના યોગ્ય ભાવને પ્રાપ્ત થયેલા જીવો માભિમુખ છે, આ ‘ચક્કુદયાણં' રૂપ યોગની બીજી દૃષ્ટિરૂપ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે યોગની પ્રથમ દૃષ્ટિમાં આવ્યા પછી જીવ બીજી દૃષ્ટિમાં આવે ત્યારે માર્ગમાં પ્રવેશ ક૨વાને યોગ્ય એવી ચક્ષુ મળે છે, તેથી તત્ત્વની જિજ્ઞાસા પ્રગટે છે. આવો માર્ગાભિમુખ થયેલો જીવ તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ સમ્યક્ યત્ન કરે છે ત્યારે માર્ગપ્રવિષ્ટ=માર્ગપતિત બને છે, અને આ માર્ગપ્રવેશ વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિનું કારણ છે.
અહીં કોઈક માર્ગપતિત અને માર્ગાભિમુખ જીવોને મોક્ષમાર્ગની અપેક્ષાએ અપુનર્બંધકથી દૂરવર્તી જીવો તરીકે ગ્રહણ કરે છે, તે રીતે ગ્રહણ કરવાના નથી, તે બતાવવા ગ્રંથકારશ્રી કહે છે
માર્ગપતિત અને માર્ગાભિમુખ જીવો અપુનર્બંધક અવસ્થાથી દૂરતર અવસ્થાવાળા જીવો નથી; કેમ કે ‘પંચસૂત્ર’ની વૃત્તિમાં ભગવાનની આજ્ઞાનો બોધ ક૨વા માટે યોગ્ય તરીકે માર્ગપતિત અને માર્ગાભિમુખ જીવોને ગ્રહણ કર્યા છે, તેથી એ ફલિત થાય કે અપુનર્બંધકની વિશેષ અવસ્થારૂપે માર્ગપતિત અને માભિમુખ જીવો છે, પરંતુ અપુનર્બંધક કરતાં યોગમાર્ગમાં દૂરની અવસ્થાવાળા માર્ગપતિત અને માર્ગાભિમુખ જીવો નથી. IIII
૭
અવતરણિકા :
શ્લોક-૨માં બતાવ્યું કે માર્ગપતિત અને માર્ગાભિમુખ અપુનબંધકની અવસ્થાન્તર છે. તેનાથી અન્ય મતવાળા અભયદેવસૂરીશ્વરજી મહારાજ માર્ગપતિત અને માર્ગાભિમુખને અપુનર્બંધકનાં અવસ્થાન્તર સ્વીકારતા નથી; પરંતુ અપુનબંધકથી દૂરવર્તી અવસ્થા તરીકે સ્વીકારે છે. તે બતાવવા અર્થે કહે છે
શ્લોક ઃ
---
योग्यत्वेऽपि व्यवहितौ परे त्वेतौ पृथग् जगुः । अन्यत्राप्युपचारस्तु सामीप्ये बह्वभेदतः ||३||
।।३।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org