________________
અપુનબંધકદ્વાત્રિંશિકા/મ્લોક-૨
હોય છે, અને તેઓ કંઈક મુક્તિરાગવાળા થાય છે ત્યારે માર્ગપતિત અને માભિમુખ બને છે, તેથી માર્ગપતિત અને માર્ગાભિમુખ એ બંને અપુનર્બંધકની જ અવસ્થાવિશેષ છે.
h
માર્ગપતિત અને માર્ગાભિમુખનું સ્વરૂપ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી માર્ગનું સ્વરૂપ બતાવે છે
માર્ગ એટલે તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ ચિત્તનું અવક્રગમન. ચિત્તના અવક્રગમનનું સ્વરૂપ દૃષ્ટાંતથી બતાવે છે
જેમ સાપ સહજ પ્રકૃતિથી વક્રગમનના સ્વભાવવાળો છે, તેમ સંસારી જીવો સહજ પ્રકૃતિથી તત્ત્વના માર્ગમાં વક્રગમનના સ્વભાવવાળા છે. વળી, જેમ વક્રગમનના સ્વભાવવાળો સાપ કોઈ સીધી નલિકામાં પ્રવેશ કરે તો તે નલિકામાં સાપનું ગમન વક્ર થતું નથી, પરંતુ સીધું થાય છે; તેમ સંસારી જીવોનું ચિત્ત અનાદિકાળથી કર્મને વશ તત્ત્વાતત્ત્વના વિભાગમાં વક્રગમનવાળું છે, તોપણ જે જીવો આપ્તપુરુષોના વચનને અવલંબીને તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ યત્ન કરે છે, અને તેઓના કર્મની કંઈક અલ્પતા થયેલી હોય, તો તેઓનું ચિત્ત તત્ત્વને અભિમુખ ગમન કરે છે, અને ક્રમસર તત્ત્વની પ્રાપ્તિનું કારણ બને છે. તે વખતે તેમનામાં વર્તતો તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ એવો ક્ષયોપશમવિશેષ ભુજંગની નલિકાના આયામ=લંબાઈ જેવો છે, અને તેને માર્ગ કહેવાય છે; અને ચિત્તના અવક્રગમનરૂપ આ માર્ગ વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિમાં સમર્થ છે, તેથી આ માર્ગમાં ચાલીને જીવ યત્ન કરે તો ગ્રંથિનો ભેદ કરીને સમ્યક્ત્વની પ્રાપ્તિ આદિ વિશિષ્ટ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. વળી ચિત્તનું આ અવક્રગમન જીવના પોતાના સ્વરસને વહન કરનારું છે અર્થાત્ જીવનો મૂળ સ્વભાવ અવક્રગમનનો છે, અને જીવના અવક્રગમનરૂપ સ્વરસને વહન કરનાર આ માર્ગ છે; અને આ માર્ગ જીવના મતિજ્ઞાનના ક્ષયોપશમવિશેષરૂપ છે, અને આવા ક્ષયોપશવિશેષરૂપ માર્ગમાં પ્રવેશ પામેલા જીવો માર્ગપતિત છે. ‘લલિતવિસ્તરા’ ગ્રંથમાં ‘મગંદયાણં’નું સ્વરૂપ બતાવતાં ભગવાનને ‘માર્ગ દેનારા' કહ્યા, તે માર્ગમાં રહેલા જીવો માર્ગપતિત છે, જે યોગની ત્રીજી-ચોથી
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org