________________
અપુનઃબંધક દ્વાત્રિંશિકા/શ્લોક-૨
* અહીં ટીકામાં ‘મુનડ્ડામનતિાયામતુલ્યો' પાઠ છે તેના સ્થાને ‘લલિતવિસ્તરા’ ગ્રંથમાં ‘મુનક્ામગમનનિાયામતુલ્યો' પાઠ છે. તેથી અહીં મધ્યમપદલોપી સમાસથી ‘ગમન’ પદનું ગ્રહણ કર્યું છે.
ભાવાર્થ:પૂર્વસેવા એટલે શું ?
જેમ વિદ્યાને સિદ્ધ કરવા માટે બેસનારા વિદ્યાસાધક વિદ્યાસિદ્ધિ માટે બેસતાં પૂર્વે જે આચરણા કરે છે તેને પૂર્વસેવા કહેવાય છે, તેમ મોક્ષની સિદ્ધિ માટે યોગમાર્ગમાં પ્રયત્ન કરતા સાધકો યોગમાર્ગની પ્રવૃત્તિમાં પ્રવેશ કરતાં પૂર્વે જે આચરણા કરે તે પૂર્વસેવા કહેવાય અર્થાત્ જેમ સાધક વિદ્યાની સિદ્ધિ કરવા અર્થે બેસે તેની પૂર્વે પૂર્વસેવા કરે છે, તેમ યોગમાર્ગના સાધક જીવો યોગમાર્ગની પ્રવૃત્તિ ક૨વા પૂર્વે પૂર્વસેવારૂપ ગુર્વાદિપૂજારૂપ ક્રિયાઓ કરે છે.
અપુનબંધકની જ મુખ્ય પૂર્વસેવા અને સમૃબંધકાદિની ઉપચારથી પૂર્વસેવા ઃપૂર્વસેવા નામની ૧૨મી દ્વાત્રિંશિકામાં ગુર્વાદિપૂજારૂપ ચાર પ્રકારે પૂર્વસેવા બતાવી છે.
પ
એ પૂર્વસેવા અપુનર્બંધકને મુખ્ય છે; કેમ કે તત્ત્વને અભિમુખભાવવાળા એવા અપુનર્બંધકને કલ્યાણના આશયનો યોગ છે, તેથી અપુનર્બંધકની પૂર્વસેવા યોગમાર્ગમાં પ્રવેશનું કારણ છે, માટે નિરુપચરિત છે.
વળી, અપુનર્બંધક સિવાયના સમૃદ્ધધકાદિની પૂર્વસેવા યોગમાર્ગમાં પ્રવેશનું કારણ નથી, પરંતુ યોગમાર્ગના પ્રવેશનું કારણ એવી જે મુખ્ય પૂર્વસેવા અપુનર્બંધકને કહેલ છે, તેનું કારણ એવી પૂર્વસેવા સમૃબંધકાદિની છે, તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને સમૃબંધકાદિની પૂર્વસેવાને પૂર્વસેવા કહી શકાય અથવા તદર્થાલોચનાદિ કરે તેવા પ્રકારના ભવવૈરાગ્યનો સમૃદ્ધધકાદિમાં અભાવ હોવાને કારણે સમૃબંધકાદિની પૂર્વસેવા યોગમાર્ગના પ્રવેશનું કારણ નથી, ફક્ત અપુનર્બંધકની પૂર્વસેવા સદશ સમૃદ્ધ્ધકની બાહ્ય આચરણા હોવાથી તેની પૂર્વસેવાને ઉપચારથી પૂર્વસેવા કહેવાય.
વળી, માર્ગપતિત અને માર્ગાભિમુખ એ બે અવસ્થાઓ પણ અપુનર્બંધકની જ દાવિશેષ છે અર્થાત્ આદ્યભૂમિકાવાળા અપુનર્બંધક જીવો મુક્તિઅદ્વેષવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org