________________
૮૪
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૩ અહીં વિશેષ એ છે કે જે યોગીઓના કષાયો અને ઇન્દ્રિયોના વિકારો શાંત થયા છે, તેથી તત્ત્વને જાણવા માટે અને જાણીને જીવનમાં ઉતારવા માટે જેઓને બાધ કરે તેવા વિકારો નથી, તેઓ પોતાની શક્તિને અનુરૂપ ભગવાનના વચનના પરમાર્થને જાણીને, જે રીતે સર્વજ્ઞભગવંતે જીવને પોતાની ભૂમિકા પ્રમાણે ઉચિત અનુષ્ઠાનનું સેવન કરવાનું કહ્યું છે, તે પ્રકારે યથાર્થ નિર્ણય કરીને, સર્વજ્ઞના વચનાનુસાર તે અનુષ્ઠાન સેવે છે; તેથી તે અનુષ્ઠાન દ્વારા ઉત્તરોત્તર રાગાદિ દોષોની હાનિ થાય છે અને યોગી અસંગભાવ તરફ જાય છે, અને અસંગભાવ પ્રાપ્ત કરીને ક્રમે કરીને વીતરાગ સર્વજ્ઞ બને છે, તે અનુષ્ઠાન અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન છે. વિષયશુદ્ધ અનુષ્ઠાનનું ફળ –
આ રીતે શ્લોકના પૂર્વાર્ધથી ત્રીજા અનુબંધશુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ બતાવ્યા પછી વિષયશુદ્ધ અનુષ્ઠાનથી શું ફળ પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે –
વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં અત્યંત સાવદ્ય પ્રવૃત્તિ હોવાથી કર્મબંધને અનુકૂળ પ્રવૃત્તિ છે, પરંતુ કર્મનાશને અનુકૂળ પ્રવૃત્તિ નથી, તેથી વિષયશુદ્ધ અનુષ્ઠાનથી રાગાદિ દોષોની હાનિ થતી નથી, એ પ્રમાણે ગ્રંથકારશ્રીએ કહેલ છે; અને મોક્ષના અર્થે પણ કરાતું આ અનુષ્ઠાન આત્મઘાતાદિનિબંધન અજ્ઞાનબાહુલ્યવાળું હોવાને કારણે મોક્ષનું કારણ નથી, માટે આ અનુષ્ઠાનથી મોક્ષપ્રાપ્તિનું કારણ બને એવા કોઈ દોષોનો નાશ થતો નથી.
આ પ્રમાણે ગ્રંથકારશ્રીએ અનુષ્ઠાનના કૃત્યને સામે રાખીને તેને મોક્ષનું કારણ નથી એમ કહ્યા પછી કહે છે, તે અનુષ્ઠાનના કાળમાં વર્તતી મોક્ષની ઇચ્છાને સામે રાખીને બીજા આચાર્યો વિષયશુદ્ધ અનુષ્ઠાનથી ઉચિત જન્મ પ્રાપ્ત થાય છે, એમ કહે છે.
બીજા આચાર્યોનો આશય એ છે કે આ અનુષ્ઠાનનું કૃત્ય દોષહાનિને અનુકૂળ નથી, તોપણ મોક્ષની ઇચ્છા વર્તે છે, તેથી દોષવિગમને અનુકૂળ જાતિ આદિ અને કુલાદિથી યુક્ત જન્મ પ્રાપ્ત થશે, તેથી વિષયશુદ્ધ અનુષ્ઠાન પણ પરંપરાએ મોક્ષનું કારણ બનશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org