________________
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૩
૮૫ આ પ્રકારનું કથન કરવા પાછળ તેઓનો આશય એ છે કે વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં સ્વરૂપથી અત્યંત સાવધ પ્રવૃત્તિ હોય છે, તેથી તે પ્રવૃત્તિ મોક્ષનો હેતુ નથી, તોપણ તે અનુષ્ઠાનકાળમાં વર્તતી મોક્ષની ઇચ્છાને મોક્ષ સાથે કંઈક સારૂપ્ય છે, તેથી તે અનુષ્ઠાનમાં વર્તતી મોક્ષની ઇચ્છા મોક્ષનો હેતુ છે; અને તે મોક્ષની ઇચ્છા સાક્ષાત્ કષાયોના નાશનું કારણ નહીં હોવાથી મોક્ષનું કારણ બનતી નથી, છતાં જેમ દંડ ભૂમિ દ્વારા ઘટનું કારણ છે, તેમ તે અનુષ્ઠાનમાં વર્તતી મોક્ષની ઇચ્છા ઉચિત જન્મ દ્વારા મોક્ષનું કારણ છે. તેથી જેમ ભ્રમિનો દ્વારરૂપે ઘટનિષ્પત્તિમાં ઉપયોગ છે, તેમ ઉચિત જન્મનો દ્વારરૂપે મોક્ષમાં ઉપયોગ છે.
અહીં વિશેષ એ છે કે પ્રથમ કહ્યું કે વિષયશુદ્ધ અનુષ્ઠાનથી દોષહાનિ થતી નથી, માટે આ અનુષ્ઠાન મોક્ષનું કારણ નથી; અને ત્યારપછી બીજા આચાર્યોના મત પ્રમાણે કહ્યું કે આ અનુષ્ઠાનમાં વર્તતી મોક્ષની ઇચ્છા ઉચિત જન્મ દ્વારા મોક્ષનું કારણ છે, તે કથન મતાંતરરૂપ નથી, પરંતુ નયભેદથી છે. તે આ રીતે –
પ્રથમ મતમાં અનુષ્ઠાનને જોનારી નદૃષ્ટિ હતી, તેથી સાવદ્ય પ્રવૃત્તિરૂપ અનુષ્ઠાન હોવાને કારણે વિષયશુદ્ધ અનુષ્ઠાન મોક્ષનું કારણ નથી તેમ બતાવ્યું. બીજા મતમાં અનુષ્ઠાનને જોનારી નદૃષ્ટિ નથી, પરંતુ અનુષ્ઠાનકાળમાં વર્તતી મોક્ષની ઇચ્છાને જોનારી નદૃષ્ટિ છે; અને સામાન્યથી મોક્ષની ઇચ્છા ઉચિત પ્રવૃત્તિ કરાવીને મોક્ષનું કારણ થાય છે; આમ છતાં આદ્યભૂમિકાવાળા જીવોને મોક્ષની ઇચ્છા થયેલ હોવા છતાં મોક્ષના ઉપાયભૂત ઉચિત પ્રવૃત્તિવિષયક અત્યંત અજ્ઞાન વર્તે છે, તેથી મોક્ષના અર્થે ઉચિત પ્રવૃત્તિ કરતા નથી, તોપણ તેઓમાં વર્તતી મોક્ષની ઇચ્છાના બળથી ભવિષ્યમાં દોષનું વિગમન કરી શકે તેવા અનુકૂળ જાતિ આદિ અને કુલાદિ ગુણથી યુક્ત જન્મની પ્રાપ્તિ થાય છે. તેના દ્વારા તેઓની મોક્ષની ઇચ્છા મોક્ષનું કારણ બને છે.
સામાન્ય રીતે કાર્યને અનુરૂપ કારણ હોય છે, સર્વથા કાર્યથી વિસદશ કારણ હોતું નથી, અને જે સર્વથા કાર્યથી વિસદશ હોય તે કારણ બનતું નથી. અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન મોક્ષરૂપ કાર્યની સાથે સર્વથા સદશ અનુષ્ઠાન છે, જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થાય છે. સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન સર્વથા મોક્ષરૂપ કાર્યને અનુરૂપ નથી, તોપણ કંઈક મોક્ષરૂપ કાર્યને અનુરૂપ છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org