________________
૬.
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૮
યોગ્યતા ઉત્તર ઉત્તરનાં પુદ્ગલપરાવર્તોમાં અલ્પ અલ્પતર બને છે. તેથી ઉત્તર ઉત્તરનાં પુદ્ગલ પરાવર્તોમાં જે અલ્પ અલ્પત૨ કર્મબંધની યોગ્યતા થાય છે, તેના પ્રત્યે પણ કાલાદિ પાંચ કારણો કારણ છે.
અનાદિકાળથી કર્મબંધની યોગ્યતારૂપ ભાવમલ જીવમાં છે, જેના કારણે જીવ કર્મબંધ કરીને ચારગતિનું પરિભ્રમણ કરે છે. આ ભાવમલ ક્રમસર ઘટે છે અને ચ૨માવર્તમાં કંઈક અલ્પ થયા પછી યોગમાર્ગની પ્રવૃત્તિ દ્વારા જીવ આ ભાવમલનો નાશ કરવાનો પ્રારંભ કરે છે, અને તેરમા ગુણસ્થાનકે આ ભાવમલની અત્યંત અલ્પતાની પ્રાપ્તિ છે અને ચૌદમા ગુણસ્થાનકે જીવ સર્વથા ભાવમલ રહિત બને છે.
દરેક ભવ્ય જીવનો ભાવમલનો ક્રમિક હ્રાસ કાલાદિ પાંચ કારણોથી થાય છે. વળી, તે ક્રમિક હ્રાસ સર્વ જીવોનો સમાન રીતે થતો નથી, પરંતુ તરતમતાથી થાય છે. આથી દરેક જીવનો ચરમાવર્ત ભિન્ન ભિન્ન કાળમાં પ્રાપ્ત થાય છે. તેથી જેનો ભાવમલ અધિક અધિક હ્રાસ પામે છે, તેનું ચરમ પુદ્ગલપરાવર્ત શીઘ્ર આવે છે, અને જેનો ભાવમલ અલ્પ અલ્પ નાશ પામે છે, તેનું ચરમ પુદ્ગલપરાવર્ત વિલંબનથી આવે છે. તેથી ચરમ પુદ્ગલપરાવર્તની પ્રાપ્તિ પાંચ કારણોથી થયેલી હોવા છતાં મુખ્યરૂપે ‘કાળના પરિપાક’થી થયેલ છે તેમ કહેવાય છે. વળી, ચરમ પુદ્ગલપરાવર્તમાં આવેલા જીવોમાં ભાવમલ એટલો અલ્પ થયો છે કે જેથી ઉપદેશઆદિની સામગ્રીને પામીને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે તો ભાવમલનો નાશ શીઘ્ર કરી શકે છે. તેથી મોક્ષરૂપ કાર્ય પણ ચ૨માવર્તની પ્રાપ્તિ પછી પાંચ કારણથી થાય છે છતા પુરુષાર્થ આદિ અન્ય કારણો યથાયોગ્ય મોક્ષરૂપ ફળ પ્રત્યે પ્રધાન બને છે.
શાસ્ત્રમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ કર્મબંધનાં કારણો તરીકે પ્રસિદ્ધ છે. તેને જ અહીં યોગ અને કષાયરૂપે સંગ્રહ કરીને ભાવમલ કહેલ છે. વળી, કેટલાક સ્થાને યોગને જ ભાવમલ કહેવામાં આવે છે, ત્યારે કષાયનો પણ યોગમાં જ સંગ્રહ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે કર્મબંધને અનુકૂળ એવો જે યોગ છે, તે જ કષાયના પરિણામવાળો હોય છે. ત્યારે અધિક કર્મબંધનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org