________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૮
ઉ૭ પર્યાયની પ્રાપ્તિરૂપ ફેલભેદની પ્રાપ્તિ થાય છે, તેમ કર્મબંધની યોગ્યતાના વૈચિત્ર્યને કારણે ભવ્ય જીવોને પૂર્વ પૂર્વના પુદ્ગલ પરાવર્ત કરતાં ઉત્તર ઉત્તરના પુદ્ગલ પરાવર્તમાં ચરમાવર્તના આભિમુખ્ય ભાવરૂપ ફલભેદની પ્રાપ્તિ થાય છે, અને ચરમાવર્તમાં પણ જેમ જેમ કર્મબંધની યોગ્યતા ક્ષીણ ક્ષીણતર થાય છે, તેમ તેમ ગુણસ્થાનકની વૃદ્ધિરૂપ ફલભેદની પ્રાપ્તિ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે શાસ્ત્રમાં કાર્યમાત્ર પ્રત્યે પાંચ કારણો પ્રસિદ્ધ છે. તેથી જો કર્મબંધની યોગ્યતાના વૈચિત્ર્યથી ફલભેદ સ્વીકારવામાં આવે તો, ફલભેદની પ્રાપ્તિ પ્રત્યે પાંચ કારણો છે, તેમ કહી શકાય નહિ; તેના નિવારણ માટે કહે છે –
કર્મબંધની યોગ્યતા ફેલભેદ પ્રત્યે અંતરંગ કારણ છેઃઉપાદાન કારણ છે, અને તેના પરિપાક માટે જ અન્ય હેતુની અપેક્ષા છે, એમ આચાર્ય કહે છે –
આશય એ છે કે જેમ માટી ઘટ પ્રત્યે ઉપાદાન કારણ છે, તેથી માટી જ ઘટરૂપે પરિણમન પામે છે. આમ છતાં માટીને ઘટરૂપે પરિણમન પમાડવા માટે દંડ, ચક્ર આદિ સામગ્રીની અપેક્ષા છે; કેમ કે દંડ, ચક્ર આદિ સામગ્રીને પામ્યા વગર માટી સ્વયં ઘટરૂપે પરિણમન પામતી નથી. તેમ જીવમાં કર્મબંધની યોગ્યતા પૂર્વમાં ઘણી હતી, તે ઉત્તર ઉત્તરની અલ્પ યોગ્યતા પ્રત્યે ઉપાદાન કારણ છે. તો પણ પૂર્વમાં રહેલી કર્મબંધની યોગ્યતા ઉત્તર ઉત્તરની અલ્પયોગ્યતારૂપે પરિણમન પમાડવા સ્વરૂપ ફલ અર્થે કાલાદિ પાંચ કારણોની અપેક્ષા છે, એ પ્રકારે આચાર્ય કહે છે.
તાત્પર્ય એ છે કે આત્મામાં રહેલી અનાદિકાળની કર્મબંધની યોગ્યતાનાં બે કાર્યો છે :
(૧) આત્મામાં રહેલી અનાદિકાળની કર્મબંધની યોગ્યતા કર્મબંધ કરાવીને જીવને નર-નારકાદિ પર્યાયોની પ્રાપ્તિ કરાવે છે, તેથી આ કર્મબંધની યોગ્યતા નર-નારકાદિ પર્યાયોની પ્રાપ્તિ પ્રત્યે કારણ છે, ત્યાં પણ તે તે કાલાદિ ચાર કારણોની અપેક્ષા છે. (૨) ભવ્ય જીવોની પૂર્વ પૂર્વની કર્મબંધની યોગ્યતા પ્રતિપુદ્ગલ પરાવર્તનમાં ક્ષીણ ક્ષીણતર થાય છે, જેથી પૂર્વ પૂર્વની કર્મબંધની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org