________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૮
૪
તેના વૈચિત્ર્યથી=કર્મબંધની યોગ્યતાના વૈચિત્ર્યથી, ફલભેદની ઉપપત્તિ છે=પૂર્વ પૂર્વના પુદ્ગલ પરાવર્તોમાં પ્રચુર કર્મબંધ હતો, અને ઉત્તર ઉત્તરના પુદ્ગલ પરાવર્તોમાં અલ્પ અલ્પ કર્મબંધ થાય છે, અને ચરમપુદ્ગલપરાવર્તમાં વિશેષ પ્રકારનો અલ્પ કર્મબંધ થાય છે, એ પ્રકારના ફલભેદની ઉપપત્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે કર્મબંધની યોગ્યતાના વૈચિત્ર્યથી ફલભેદની ઉપપત્તિ છે, એમ સ્વીકારવામાં આવે તો શાસ્ત્રમાં સર્વ કાર્યો પ્રત્યે કાલાદિ પાંચ કારણો કહ્યાં, તેની સંગતિ કઈ રીતે થઈ શકે ? અર્થાત્ થાય નહિ; કેમ કે કર્મબંધની યોગ્યતાના વૈચિત્ર્યથી ફલભેદની ઉપપત્તિ હોય તો ફલભેદની પ્રાપ્તિ પ્રત્યે કાલાદિને કારણ માનવાની આવશ્યકતા રહે નહિ. તેથી અન્ય હેતુ કહે છે
તેનું=કર્મબંધની યોગ્યતાનું અંતરંગપણું હોવાથી=લભેદ પ્રત્યે ઉપાદાન કારણપણું હોવાથી, તેના પરિપાક માટે જ=કર્મબંધની યોગ્યતાના પરિપાક માટે જ અન્ય હેતુની અપેક્ષા છે, એ પ્રમાણે આચાર્ય કહે છે=એ પ્રમાણે પૂ. હરિભદ્રસૂરિ કહે છે. ।।૨૮।।
* ‘નીવત્વરૂપવિશેષેઽપિ’માં ‘પિ’થી એ કહેવું છે કે મુક્ત અને સંસારી જીવોમાં જીવત્વરૂપ અવિશેષ ન હોય તો તો મુક્ત જીવોને બંધ ન થાય, પરંતુ જીવત્વરૂપ અવિશેષ હોવા છતાં પણ પૂર્વમાં બંધનો અભાવ હોવાને કારણે મુક્ત જીવોને બંધ નથી.
4
* આ શ્લોકનો અર્થ ‘યોગબિન્દુ’નાં શ્લોક-૧૬૭, ૧૯૭ અને ૧૯૮ સાથે સંબંધિત છે. તેથી તેને સામે રાખીને આ અર્થ કરેલ છે.
ભાવાર્થ :--
પૂર્વશ્લોકમાં ગ્રંથકારે કહ્યું કે મુક્ત જીવોમાં અને સંસારી જીવોમાં જીવત્વ સમાન છે, આમ છતાં સંસારી જીવોમાં કર્મબંધની યોગ્યતારૂપ મલ છે, તેથી તેઓ કર્મ બાંધે છે; અને જો તેવું ન સ્વીકારવામાં આવે તો મુક્ત જીવોમાં પણ કર્મબંધ માનવાનો પ્રસંગ આવે. આ પ્રકારની ગ્રંથકાર દ્વારા અપાયેલી અતિપ્રસંગની આપત્તિનું નિવા૨ણ ક૨વા માટે પૂર્વપક્ષી કહે છે કે મુક્ત જીવો જે ક્ષણે કર્મથી મુક્ત થાય છે, તે ક્ષણમાં કર્મનો સંબંધ નથી, તેથી મુક્ત જીવો કર્મબંધ કરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org