________________
૬૩
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૮ ટીકાર્ય :
પ્ર.િ...... વિત્યા || પૂર્વમાં અબંધને કારણે=કર્મના સંબંધના અભાવને કારણે, જીવત્વરૂપ અવિશેષ હોવા છતાં પણ=સંસારી જીવોમાં અને સિદ્ધના જીવોમાં જીવત્વ સ્વરૂપ સમાન હોવા છતાં પણ, મુક્તને બંધ નથી; એ પ્રમાણે પૂર્વપક્ષી કહે, તો ગ્રંથકાર કહે છે –
તેમાં જ=પૂર્વના અબંધમાં જ=મુક્તજીવોને મુક્તક્ષણમાં કર્મના અસંબંધમાં જ, શું નિયામક છે? અર્થાત્ યોગ્યતાક્ષય વગર શું નિયામક છે? અર્થાત્ યોગ્યતાક્ષય જ નિયામક છે.
વળી, તે દૂષણ=જેમ સંસારી જીવોમાં કર્મબંધની યોગ્યતા છે તેમ સિદ્ધના જીવોમાં પણ કર્મબંધની યોગ્યતા સ્વીકારવારૂપ દૂષણ, ફલ ઉન્નેય એવી યોગ્યતાને કુલના બલથી કલ્પના કરી શકાય એવી યોગ્યતાને, બાધ કરતું નથી, કેમ કે ત્યાં મુક્તજીવોમાં કેમ યોગ્યતા નથી ? એ પ્રકારના પ્રશ્નમાં ફલાભાવનું જ ઉત્તરપણું છે.
સંસારી જીવોમાં કર્મબંધની યોગ્યતા છે, તેમ પૂર્વમાં ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું તે સંગત છે, તેમ બતાવવા અર્થે કહે છે –
અને આ=સંસારી જીવોમાં કર્મબંધની યોગ્યતા છે એમ પૂર્વમાં સ્થાપન કર્યું એ, યુક્ત છે; કેમ કે બંધનો બધ્ધમાનની યોગ્યતાના અપેક્ષત્વનો નિયમ છે=બધ્યમાન એવી વસ્તુની યોગ્યતાની અપેક્ષાએ બંધ થાય છે, એવો નિયમ છે.
અહીં પ્રશ્ન થાય કે બધ્યમાન વસ્તુની યોગ્યતા હોય તો જ બંધ થાય એવો નિયમ કેમ સ્વીકારી શકાય ? તેથી અન્ય હેતુ કહે છે – વસ્ત્રાદિનાં મજીઠ આદિ શગરૂપ બંધનમાં તે પ્રકારે દર્શન છે.
અહીં પ્રશ્ન થાય કે વસ્ત્રાદિમાં મજીઠ આદિના રંગની યોગ્યતા હોય, તેથી રંગ લાગે છે તેમ સ્વીકારીએ તો વસ્ત્રાદિમાં મજીઠ આદિનો રંગ સમાન રીતે સદા લાગે છે, તેમ આત્મામાં પણ કર્મબંધની યોગ્યતા સ્વીકારીએ તો સદા સમાનરૂપે કર્મબંધની પ્રાપ્તિ થવી જોઈએ. તે પ્રકારની શંકાના નિવારણ માટે અન્ય હેતુ કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org