________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૮
૬૫
નથી; અને સંસારી જીવોમાં પૂર્વનું બંધાયેલું કર્મ છે, તેથી ઉત્તરમાં કર્મબંધ થાય છે. માટે સંસારી જીવોમાં કર્મબંધની યોગ્યતા ન માનીએ તોપણ મુક્ત જીવોને કર્મબંધ માનવાની આપત્તિ આવશે નહિ.
ત્યાં ગ્રંથકાર કહે છે કે મુક્ત જીવોમાં પ્રથમ કર્મનો સંબંધ નથી, તેમાં નિયામક શું છે ? અર્થાત્ મુક્ત જીવોમાં કર્મબંધની યોગ્યતાનો ક્ષય થયો છે, માટે જ મુક્ત જીવો કર્મબંધ વગરના છે. જો કર્મબંધની યોગ્યતાનો ક્ષય તેઓમાં ન હોય તો સંસારી જીવોની જેમ તેઓને પણ કર્મબંધ થવો જોઈએ.
અહીં પૂર્વપક્ષી કહે કે જેમ સંસારી જીવોમાં જીવત્વ છે માટે તેઓમાં કર્મબંધની યોગ્યતા છે, એમ તમે સ્વીકારો છો તેમ મુક્ત જીવોમાં પણ જીવત્વ છે માટે તેઓમાં પણ કર્મબંધની યોગ્યતા છે, તેમ સ્વીકારવાની તમને આપત્તિ આવશે. આ પ્રકારનું પૂર્વપક્ષી દ્વારા અપાયેલું દૂષણ સંસારી જીવોમાં કર્મબંધરૂપ ફલના બળથી કલ્પના કરાયેલી એવી કર્મબંધની યોગ્યતાનો બાધ કરતું નથી.
આશય એ છે કે પૂર્વપક્ષીને મુક્ત જીવોમાં કે સંસારી જીવોમાં કર્મબંધની યોગ્યતા માન્ય નથી, પરંતુ મુક્ત જીવો કર્મબંધ રહિત છે, માટે કર્મબંધ કરતા નથી. અને સંસારી જીવો પૂર્વમાં કર્મથી બંધાયેલા છે, માટે ઉત્તરમાં કર્મબંધ કરે છે. આ સિવાય મુક્ત જીવોમાં અને સંસારી જીવોમાં અન્ય કોઈ ભેદ નથી; અને તેથી પૂર્વપક્ષી કહે છે કે “જો તમે સંસારી જીવોમાં કર્મનો સંબંધ છે” તેમ સ્વીકારીને કર્મના સંબંધથી અતિરિક્ત કર્મબંધની યોગ્યતા સંસારી જીવોમાં છે, તેમ સ્વીકારો છો, તો મુક્ત જીવો પણ સંસારી જીવો જેવા જ છે. તેથી તેઓમાં પણ કર્મબંધની યોગ્યતા સ્વીકારવી જોઈએ. આ પ્રકારનું દૂષણ પૂર્વપક્ષી ગ્રંથકારને આપે છે. તે દૂષણ સંસારી જીવોમાં કર્મબંધરૂપ ફલના બલથી કલ્પના કરાતી એવી કર્મબંધની યોગ્યતાને બાધ કરતું નથી.
કેમ બાધ કરતું નથી ? તેથી ગ્રંથકારશ્રી કહે છે કે મોક્ષમાં કેમ કર્મબંધની યોગ્યતા નથી ? એ પ્રકારના પ્રશ્નનો જવાબ મોક્ષમાં કર્મબંધરૂપ ફળનો અભાવ છે, તે જ ઉત્તર છે.
તાત્પર્ય એ છે કે કાર્યના બળથી જ કારણનું અનુમાન થાય છે. સંસારી જીવોમાં કર્મબંધરૂપ કાર્ય છે, તેથી તેનું કારણ સંસારી જીવોમાં કર્મબંધની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org