________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૭
જ્ઞાનભાવમાં સ્થિર વર્તે છે, તે રૂપ જીવનો સ્વભાવ છે. તે સ્વભાવને જે અવરોધ કરે તે ‘મલ' કહેવાય. આથી ‘મલ’નો અર્થ કરતાં કહ્યું કે આત્મામાં વર્તતી યોગ અને કષાયની જે પિરણિત છે, તે કર્મબંધને અનુકૂળ એવી યોગ્યતા છે, અને આ યોગ્યતા એ ‘મલ' છે.
૫૮
આનાથી એ પ્રાપ્ત થાય કે સિદ્ધના આત્મામાં વર્તતો નિષ્મકંપભાવ સંસારી અવસ્થામાં યોગની પ્રવૃત્તિથી સકંપ બન્યો અને સિદ્ધના આત્મામાં વર્તતી અસંશ્લેષવાળી જ્ઞાનની પરિણતિ સંસાર અવસ્થામાં કષાયના કારણે સંશ્લેષવાળી બની અને સંસારી જીવમાં વર્તતો સકંપ એવો યોગનો અને સંશ્લેષના પરિણામરૂપ કષાયનો પરિણામ કર્મબંધ પ્રત્યે કારણ છે. આથી સંસારી જીવો યોગ અને કષાયથી કર્મબંધ કરીને ચારગતિમાં પરિભ્રમણ કરે છે.
અહીં પ્રશ્ન થાય કે આત્મામાં યોગકષાયરૂપ યોગ્યતાને ન સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે
યોગકષાયરૂપ યોગ્યતાના બહુત્વ અને અલ્પત્વના કારણે જીવમાં દોષના ઉત્કર્ષ અને અપકર્ષની પ્રાપ્તિ છે. તેથી જો કર્મબંધની યોગ્યતારૂપ મલ સ્વીકારવામાં ન આવે તો સંસારી જીવોમાં દોષનો ઉત્કર્ષ અને અપકર્ષ દેખાય છે, તે સંગત થાય નહિ.
આશય એ છે કે આત્મા અનાદિનો છે અને આત્મામાં યોગકષાયરૂપ કર્મબંધની યોગ્યતા પણ અનાદિની છે, અને અનાદિકાળથી આત્મામાં કર્મબંધની યોગ્યતારૂપ મલ ઘણો છે. તેથી આત્મામાં અબાધ્ય એવું મિથ્યાજ્ઞાન અને ભવના ઉત્કટ રાગરૂપ દોષનો ઉત્કર્ષ વર્તે છે; જોકે દરેક પુદ્દગલ પરાવર્તમાં ભવ્ય જીવનો અનાદિનો મલ કંઈક ઓછો થાય છે. આ રીતે પૂર્વ પૂર્વના પુદ્ગલ પરાવર્તમાં દોષોનો ઉત્કર્ષ અને પછી પછીના પુદ્ગલ પરાવર્તમાં દોષોનો અપકર્ષ ભવ્ય જીવમાં તો જ સંગત થાય કે જીવમાં યોગકષાયરૂપ ભાવમલ સ્વીકારવામાં આવે. આથી ભવ્ય જીવોમાં જેમ જેમ ભાવમલ ઘટે છે, તેમ તેમ દોષોનો અપકર્ષ થાય છે, અને ચરમ પુદ્ગલ પરાવર્તમાં કંઈક વિશેષ પ્રકારનો દોષોનો અપકર્ષ થાય છે. તેથી ભવ પ્રત્યેનો ઉત્કટ રાગ પૂર્વના પુદ્ગલ પરાવર્તમાં હોય, તેવો ચરમ પુદ્ગલ પરાવર્તમાં રહેતો નથી. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org