________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/બ્લોક-૨૭
પ૯ ભવના ઉત્કટ રાગના અભાવના કારણે ચરમ પુદ્ગલ પરાવર્તમાં જીવને મુક્તિનો અદ્દેષ પ્રગટે છે, અને મુક્તિનો અદ્દેષ પ્રગટ્યા પછી પણ જેમ જેમ કર્મબંધની યોગ્યતારૂપ મેલ દૂર થાય છે, તેમ તેમ સંસાર પ્રત્યેના કારણભૂત એવું મિથ્યાજ્ઞાન અને ભવના અભિવૃંગરૂપ દોષ ઓછો થાય છે. તેથી યોગકષાયરૂપ મલ જો સ્વીકારવામાં ન આવે તો સંસારી જીવોમાં દોષોનો ઉત્કર્ષ અને અપકર્ષ પ્રત્યક્ષથી દેખાય છે, તે સંગત થાય નહિ.
વળી, યોગકષાયરૂપ કર્મબંધની યોગ્યતાને સ્વીકારવામાં અન્ય યુક્તિ શ્લોકના ઉત્તરાર્ધથી આપે છે –
જો આત્મામાં કર્મબંધની યોગ્યતારૂપ મલ ન સ્વીકારવામાં આવે તો સંસારી જીવોમાં અને મુક્ત જીવોમાં જીવત્વ સમાન છે. તેથી જેમ સિદ્ધના જીવોમાં પણ જીવત્વથી અતિરિક્ત કર્મબંધની યોગ્યતારૂપ મલ નથી; તેમ સંસારી જીવોમાં પણ જીવત્વથી અતિરિક્ત કર્મબંધની યોગ્યતારૂપ મલ નથી, એમ પ્રાપ્ત થાય અને તેમ સ્વીકારીએ તો જેમ સંસારી જીવોને કર્મબંધની પ્રાપ્તિ છે, તેમ મુક્ત આત્માઓને પણ કર્મબંધની પ્રાપ્તિ છે, તેમ માનવું પડે. તેથી મુક્ત આત્માઓમાં કર્મબંધ માનવાનો અતિપ્રસંગ હોવાને કારણે પણ સંસારી જીવોમાં કર્મબંધની યોગ્યતારૂપ મલ છે, જેથી સંસારી જીવોને કર્મબંધ થાય છે તેમ સ્વીકારવું જોઈએ. અને મુક્ત આત્માઓમાં કર્મબંધની યોગ્યતારૂપ મલ નથી. માટે મુક્ત આત્માઓને કર્મબંધ થતો નથી, તેમ સ્વીકારવું જોઈએ.
અહીં વિશેષ એ છે કે પંચેન્દ્રિય જીવો જે પ્રકારના યોગ અને કષાયો કરે છે, તે પ્રકારના યોગ અને કષાયો એકેન્દ્રિય જીવો કરી શકતા નથી. તેથી સ્થૂલથી એમ જણાય કે પંચેન્દ્રિય જીવો કરતાં એકેન્દ્રિય જીવોમાં યોગ અને કષાય ઘણા ઓછા છે, આથી પંચેન્દ્રિય જીવો જે પ્રકારની કર્મની સ્થિતિ બાંધી શકે છે, તેવી ઉત્કૃષ્ટ કર્મની સ્થિતિ એકેન્દ્રિય જીવો બાંધી શકતા નથી. પરંતુ આ પ્રકારની કર્મબંધની યોગ્યતાના બહુત અને અલ્પત્વ દ્વારા દોષોનો ઉત્કર્ષ અને અપકર્ષ અહીં ગ્રહણ કરવો નથી; કેમ કે તેમ ગ્રહણ કરીએ તો ટીકામાં કહ્યું. કે “મલ આત્માની યોગકષાયરૂપ યોગ્યતા છે, અને તેને સિદ્ધ કરવા માટે હેતુ કહ્યો કે તે યોગ્યતાના બહુત્વ-અલ્પત્વ દ્વારા દોષના ઉત્કર્ષ-અપકર્ષની ઉપપત્તિ છે” તે હેતુ સંગત થાય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org