________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૭ ટીકા :
मलस्त्विति-मलस्तु योगकषायाख्यात्मनो योग्यता मता, तस्या एव बहुत्वाल्पत्वाभ्यां दोषोत्कर्षापकर्षोपपत्तेः, अन्यथा जीवत्वस्याविशेषतः सर्वत्र साधारणत्वादतिप्रसङ्गः मुक्तेष्वपि बन्धापत्तिलक्षणः स्यात् ।।२७।। ટીકાર્ય :
મનડુ .... ચાત્ ! વળી, મલ આત્માની યોગકષાયરૂપ યોગ્યતા કહેવાઈ છે.
અહીં પ્રશ્ન થાય કે આત્મા ઉપર લાગેલાં કર્મોને જ મલ કહીએ, અને તેનાથી અતિરિક્ત કર્મબંધની યોગ્યતારૂપ મલ ન સ્વીકારીએ તો શું વાંધો ? તેના સમાધાન માટે હેતુ કહે છે – તેના જ=કર્મબંધની યોગ્યતાના જ બહુ અને અલ્પત્વ દ્વારા દોષના ઉત્કર્ષ અને અપકર્ષની ઉપપત્તિ છે. અન્યથા–કર્મબંધની યોગ્યતારૂપ ભાવમલ ન સ્વીકારવામાં આવે તો જીવત્વનો અવિશેષ હોવાથી સર્વત્ર સાધારણપણું હોવાથી=સંસારી જીવોમાં અને મુક્ત જીવોમાં જીવત્વરૂપે સમાનપણું હોવાથી અતિપ્રસંગ થાય મુક્ત જીવોમાં પણ બંધની પ્રાપ્તિરૂપ અતિપ્રસંગ થાય. li૨૭શા
ક “મુજેતેશ્ર્વપ'માં ‘પથી એ કહેવું છે કે સંસારી જીવોમાં તો બંધ છે, પરંતુ મુક્તજીવોમાં પણ બંધની આપત્તિ છે. ભાવાર્થ :
આત્માના મૂળ સ્વભાવને જે મિલન કરે=વિષ્ક્રભણ કરે તે મલ કહેવાય એ પ્રકારનો “મલ' શબ્દનો અર્થ યોગબિન્દુ ગાથા-૧૬૮માં કરેલ છે. . આનાથી એ પ્રાપ્ત થાય કે સિદ્ધના આત્માઓની પુદ્ગલમાં પ્રવૃત્તિ નથી, તેથી તેઓનો આત્મામાં સ્થિરભાવ છે અર્થાત્ સિદ્ધના આત્માઓ કોઈ જાતની કંપનની પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ તેમના આત્મપ્રદેશો નિષ્પકંપ સ્થિરભાવવાળા છે. વળી, તેમનું જ્ઞાન મોહના સંશ્લેષવાળું નથી, તેથી મોહની આકુળતા વગરનો તેમનો જ્ઞાનનો ઉપયોગ છે, અને આ રીતે સિદ્ધના આત્માઓ સદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org