________________
૨૨
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧૦-૧૧ પોતાનું વૃત્તવિશેષ હોવા છતાં પણ=દેવતાન્તરોને આશ્રયીને પોતાનું આચારનું અધિકપણું હોવા છતાં પણ, પરમ=પૂજ્યમાન એવા અરિહંત આદિ દેવોથી વ્યતિરિક્ત એવા પરમાં, દ્વેષતા=મત્સરના વર્જનથી પૂજન ઇચ્છાય છે, એમ અન્વય છે. [૧૦માં ભાવાર્થ :
શ્લોક-૧માં ગુરુદેવાદિના પૂજનરૂપ પૂર્વસેવાનો પ્રથમ ભેદ બતાવ્યો. શ્લોક-૯માં દેવોનું પૂજન કઈ રીતે કરવું જોઈએ, તે બતાવ્યું. ત્યારપછી પૂર્વસેવા કરનાર આદિધાર્મિક જીવોએ સર્વદેવોનું પૂજન કરવું જોઈએ, તે બતાવ્યું; કેમ કે આદિધાર્મિક જીવો જ્યારે દેવતાવિશેષનું સ્વરૂપ જાણતા ન હોય ત્યારે સર્વદેવોને નમસ્કાર કરે તો તેઓનું ગુરુદેવાદિનું પૂજન યોગમાર્ગની પૂર્વસેવા બને.
હવે પૂર્વસેવા કરનારામાંથી પણ કેટલાક જીવો અન્ય દર્શનના દેવો કરતાં અરિહંત આદિ દેવોના વિશેષ ગુણો કયા છે, તેનું જ્ઞાન ધરાવતા હોય તેવા જીવોએ સર્વદેવોનું પૂજન છોડીને અરિહંત આદિનું પૂજન કરવું ઉચિત છે, અને તે પણ પૂજન અન્ય દેવો પ્રત્યે દ્વેષના વર્જનપૂર્વક કરવું જોઈએ; કેમ કે ભગવાનના શાસનને પામીને અન્ય દેવોના જે આચારોનું વર્ણન, તે તે દર્શનમાં પ્રાપ્ત થાય છે, તેના કરતાં જૈનશાસનને પામીને પોતે ઊંચા આચારો સેવતા હોય, તોપણ પોતાનાથી હીન આચારવાળા એવા અન્ય દર્શનના દેવો પ્રત્યે ષના વર્જનપૂર્વક અરિહંત આદિની ઉપાસના કરવી ઉચિત છે. ૧૦ના અવતરણિકા :
શ્લોક-૧માં ચાર પ્રકારની પૂર્વસેવા બતાવી. તેમાં ગુરુદેવાદિ પૂજનરૂપ પૂર્વસેવાનું અત્યાર સુધી વર્ણન કર્યું. ત્યાં ગુરુદેવાદિ પૂજનરૂપ પૂર્વસેવામાં રહેલ “આદિ' શબ્દથી પ્રાપ્ત અવ્ય પૂજનીયને આશ્રયીને કહે છે –
આ અવતરણિકા યોગબિંદુમાં આ પ્રમાણે છે તેથી તે પ્રમાણે કરેલ છે. શ્લોક :
नातुरापथ्यतुल्यं यद्दानं तदपि चेष्यते । पात्रे दीनादिवर्गे च पोष्यवर्गाविरोधतः ।।११।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org