________________
૨૦
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૯-૧૦ અને તેમણે બતાવેલા માર્ગને વિશેષ વિશેષ જાણવા માટે અને સેવવા માટે યત્ન થાય છે. તેથી સર્વદેવોના નમસ્કારના અનુષંગથી આદિધાર્મિક જીવોનો માર્ગમાં પ્રવેશ થાય છે.
આ માર્ગનો પ્રવેશ ચારિસંજીવની ચાર ન્યાયથી થાય છે, એમ કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ બળદ ચારો ચરતો હતો અને સંજીવની ચરતો ન હતો, તેવા બળદને ચારો ચરાવનાર સ્ત્રી વિદ્યાધરના વચનથી તે વૃક્ષની નીચે રહેલ સર્વ ચારો ચરાવે છે. તદ્અંતર્ગત સંજીવની પણ પ્રાપ્ત થવાથી બળદ એવો તે પુરુષ પુરુષરૂપે થાય છે. તેમ આઘભૂમિકાવાળા જીવો તત્ત્વજિજ્ઞાસાપૂર્વક સર્વ દેવોને નમસ્કાર કરતા હોય, અને સ્વબોધને અનુસાર તત્ત્વને જાણવા માટે યત્ન કરતા હોય, તો તે તે દર્શનમાં કહેલા તે તે દર્શનના દેવોનું સ્વરૂપ જાણે, તેમ વીતરાગના સ્વરૂપને પણ જાણે, અને પોતાની બુદ્ધિ અનુસાર વીતરાગના સ્વરૂપને જાણીને અને વીતરાગે બતાવેલા અહિંસાદિ ધર્મના પરમાર્થને જાણીને, અન્ય દર્શન કરતાં ભગવાનનું શાસન અણિશુદ્ધ તત્ત્વને બતાવનારું છે તેવો બોધ થાય ત્યારે, શુદ્ધ એવા વીતરાગદેવ પ્રત્યે ભક્તિવાળા થાય છે, અને તેથી અન્ય દેવોની ઉપાસના છોડીને, વીતરાગના પારમાર્થિક સ્વરૂપને જાણીને તેમના પ્રત્યે ભક્તિવાળા થાય છે, અને તેમના વચનઅનુસાર યોગમાર્ગની પ્રવૃત્તિ કરીને તેવા જીવો વીતરાગના શાસનરૂપ માર્ગમાં પ્રવેશ પામે છે. તેથી જેમ ચારો ચરતાં ચરતાં તે બળદને અનુષંગથી સંજીવની પ્રાપ્ત થવાથી તે બળદ મટીને પુરુષ થયો, તેમ આઘભૂમિકાવાળા જીવો સૂક્ષ્મ બોધ નહિ હોવાથી બળદ જેવા હોય છે, પરંતુ સર્વદેવોની ભક્તિ કરવાના અનુષંગથી વીતરાગના ગુણોના આધિક્યનું પરિજ્ઞાન થાય છે ત્યારે બળદભાવનો ત્યાગ કરીને પુરુષભાવને પામે છે. III અવતરણિકા :
શ્લોક-૭માં કહ્યું કે જેઓએ વિશેષનો નિર્ણય કર્યો નથી, તેવા આદિધાર્મિક જીવોએ સર્વદેવોને નમસ્કાર કરવો જોઈએ, અને ત્યારપછી શ્લોક-૮-૯માં કહ્યું કે આદિધાર્મિક જીવોને તે રીતે કરવાથી જ હિતની પ્રાપ્તિ થાય છે. હવે જેઓએ દેવતાના સ્વરૂપનો વિશેષ બોધ કર્યો છે, તેમને શું કરવું ઉચિત છે ? તે બતાવતાં કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org