________________
૧૮
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૯ ચારિસંજીવનીચારચાયથી આદિધાર્મિકોને= પ્રથમ જ આરંભ કરાયેલા શૂલધર્મના આચારવાળાઓને, વિશેષથી અનુકંગથી પ્રાપ્ત વીતરાગના ગુણોના આધિક્યના પરિજ્ઞાનથી, શુદ્ધદેવની ભજ્યાદિ લક્ષણ માર્ગપ્રવેશરૂપ ફલોદય થાય છે.
ટીકામાં કહ્યું કે આ રીતે સર્વદેવના નમસ્કારમાં અનુષંગથી ઈષ્ટની પ્રાપ્તિ થયે છતે ફલોદય થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે સર્વદેવોને નમસ્કાર કરવામાં અનુષંગથી ઇષ્ટની પ્રાપ્તિ કઈ રીતે થાય ? એમાં હેતુ કહે છે –
તેનાથી જ=સર્વદેવોને નમસ્કાર કરવાથી જ, શુભ અધ્યવસાયવિશેષ થવાને કારણે=વિશેષ બોધના અભાવકાળમાં કોઈ દેવ પ્રત્યે પક્ષપાત કર્યા વગર મધ્યસ્થ બુદ્ધિથી બધાની ઉપાસના કરવારૂપ શુભ અધ્યવસાયવિશેષ થવાના કારણે, અનુષંગથી ઈષ્ટની પ્રાપ્તિ થાય છે, એમ અવય છે.
અહીં પ્રશ્ન થાય કે મોક્ષને આપનારા વીતરાગદેવ છે, અન્ય નથી; છતાં સર્વદેવને નમસ્કાર કરવાથી તેઓને શુભ અધ્યવસાય થાય છે, એમ કેમ કહ્યું ? એથી કહે છે –
અત્યંત મુગ્ધપણું હોવાને કારણે કોઈ દેવતાવિશેષને નહિ જાણતા અર્થાત્ સર્વદર્શનમાં રહેલા ઉપાસ્ય એવા દેવતાઓમાંથી કોઈ દેવતાવિશેષતા સ્વરૂપને નહિ જાણતા, તેઓ-આદિધાર્મિક જીવો વિશેષ વૃત્તિને પક્ષપાત વૃત્તિને હજુ પણ યોગ્ય નથી=પક્ષપાત વૃત્તિથી વિશેષ દેવની પૂજા કરવા માટે હજુ પણ યોગ્ય નથી, પરંતુ સામાન્યરૂપ જવૃત્તિથી દેવતાની ઉપાસના કરવા યોગ્ય છે, એથી સર્વ દેવોને નમસ્કાર કરવાથી શુભ અધ્યવસાય થાય છે, એમ અવાય છે. II ભાવાર્થ :
આદિધાર્મિક જીવો એટલે પહેલી ચાર દૃષ્ટિમાં રહેલા અને સમ્યકત્વને નહિ પામેલા જીવો, અને આવા જીવોને જ્યાં સુધી અન્ય દર્શનના ઉપાસ્ય દેવો કરતાં જૈનદર્શનના ઉપાસ્ય દેવોમાં કઈ જાતની વિશેષતા છે, તેનું જ્ઞાન ન થાય ત્યાં સુધી મધ્યસ્થ બુદ્ધિથી સર્વદેવોને નમસ્કાર કરે, તેનાથી જ તેઓને શુભઅધ્યવસાયવિશેષ થાય છે અર્થાત્ અવિચારકરૂપે કોઈ ઉપાસ્ય દેવનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org