________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૩-૪ (૩) અવર્ણ અશ્રવણ - વળી, શ્લોક-૨માં બતાવેલ ગુરુવર્ગનો કોઈ અવર્ણવાદ કરતું હોય તો તે સાંભળે નહિ, પરંતુ તેનો નિષેધ કરે, અને નિષેધથી પણ અવર્ણવાદ કરનાર સાંભળે નહિ તો પોતે તે સ્થાન છોડીને ચાલ્યા જાય, જેથી ગુરુવર્ગ પ્રત્યેનો પોતાનો પૂજ્યભાવ હણાય નહિ.
(૪) નામશ્લાઘા - વળી, શ્લોક-૨માં બતાવેલા ગુરુવર્ગના નામની શ્લાઘા કરે અર્થાત્ ઉચિત સ્થાને તેમનું નામ ગ્રહણ કરે, અને જે સ્થાનમાં તેમનું નામ ગ્રહણ કરવાથી તેમની હીનતા થાય તેમ હોય, ત્યારે તેમનું નામ ગ્રહણ કરે નહિ. આમ કરવાથી પણ ગુરુવર્ગ પ્રત્યેનો પૂજ્યભાવ વૃદ્ધિ પામે છે.
(૫) ઉત્થાન, આસનઅર્પણ - વળી, ગુરુવર્ગમાંથી કોઈપણ સન્મુખ આવેલા હોય તો ઊભો થઈ જાય અને તેમને બેસવા માટે આસનને અર્પણ કરે, એ પ્રકારનો ઉચિત વિનય ગુરુવર્ગનું પૂજન છે.
આ પ્રકારનો ઉચિત વિનય કરવાથી વડીલો પ્રત્યેનો બહુમાનભાવ હૈયામાં સ્થિર થાય છે, જેથી અત્યંત ઉચિત પ્રવૃત્તિરૂપ યોગમાર્ગની પૂર્વભૂમિકા તૈયાર થાય છે. NII. અવતરણિકા -
પૂર્વશ્લોક-૧માં ગુરુદેવાદિ પૂજારૂપ પૂર્વસેવાનો પ્રથમ ભેદ બતાવ્યો, અને તેમાં ગુરુવર્ગનું પૂજન શું છે, તે શ્લોક-૨ અને ૩માં બતાવ્યું. હવે, ગુરુવર્ગનું પૂજન આવશ્યક છે, તેમ તેઓની સાથે અન્ય શું ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી તેઓનું કરાયેલું પૂજન સફળ બને ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
सर्वदा तदनिष्टेष्टत्यागोपादाननिष्ठता ।
स्वपुमर्थमनाबाध्य साराणां च निवेदनम् ।।४।। અન્વયાર્થ :
સ્વપુઅર્થમનાવાશ્ચ=સ્વપુરુષાર્થનો બાધ કર્યા વગર સર્વા=હંમેશાં તનિષ્ટચાપવાનનિષ્ઠતા તઅનિષ્ટઈષ્ટત્યાગઉપાદાનનિષ્ઠતા ગુરુવર્ગને અનિષ્ટની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org