________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/બ્લોક-૪ ત્યાગનિષ્ઠતા અને ગુરુવર્ગને ઇષ્ટ એવી પ્રવૃત્તિની ગ્રહણનિષ્ઠતા, ચ=અને સારાનાં નિવેદન=સાર વસ્તુનું નિવેદન=સારી વસ્તુઓનું સમર્પણ કરવું જોઈએ. સા. શ્લોકાર્ચ -
સ્વપુરુષાર્થનો બાધ કર્યા વગર હંમેશાં ગુરુવર્ગને અનિષ્ટની ત્યાગનિષ્ઠતા, અને ગુરુવર્ગને ઈષ્ટ એવી પ્રવૃત્તિની ગ્રહણનિષ્ઠતા અને સાર વસ્તુનું નિવેદન=સારી વસ્તુઓનું સમર્પણ કરવું જોઈએ. ll ll ટીકા :
सर्वदेति-स्वपुमर्थं धर्मादिकं, अबाध्य अनतिक्रम्य, यदि च तदनिष्टेभ्यो निवृत्तौ तदिष्टेषु च प्रवृत्तौ धर्मादयः पुरुषार्था बाधन्ते तदा न तदनुवृत्तिपरेण भाव्यं, किं तु पुरुषार्थाराधनपरेण, अतिदुर्लभत्वात् पुरुषार्थाराधनकालस्येत्यर्थः, साराणां-उत्कृष्टानामलङ्कारादीनां, निवेदनं समर्पणम् ।।४।। ટીકાર્ચ -
સ્વપુર્ણ ..... સમર્પણમ્ ા પોતાના ધર્માદિ પુરુષાર્થનો અતિક્રમ કર્યા વગર, સારભૂતનું ઉત્કૃષ્ટ એવા અલંકારાદિનું, નિવેદન કરવું જોઈએ ગુરુવર્ગને સમર્પણ કરવું જોઈએ એમ અવય છે. જો તેમના અનિષ્ટોથી નિવૃત્તિમાં અને તેમની ઈષ્ટવિષયક પ્રવૃત્તિમાં ધર્માદિ પુરુષાર્થો બાધ થતા હોય તો તેમના અનુવૃત્તિપર થવું જોઈએ નહિ, પરંતુ પુરુષાર્થ આરાધનાપર થવું જોઈએ; કેમ કે પુરુષાર્થ આરાધનાકાળનું અતિદુર્લભપણું છે. જો
‘ઘરમાં ‘દિ' પદથી અર્થ અને કામનું ગ્રહણ કરવું. ભાવાર્થ -
શ્લોક-રમાં બતાવેલ ગુરુવર્ગને જે ઇષ્ટ હોય તેવી પ્રવૃત્તિ હંમેશાં કરવી જોઈએ, અને જે અનિષ્ટ હોય તેવી પ્રવૃત્તિનો હંમેશાં ત્યાગ કરવો જોઈએ. આ પ્રકારનો ઉચિત વિવેક યોગમાર્ગની પૂર્વસેવારૂપ છે. આમ છતાં ગુરુવર્ગને જે અનિષ્ટ હોય તેનો ત્યાગ કરવાથી અને ગુરુવર્ગને જે ઇષ્ટ હોય તેવી પ્રવૃત્તિ કરવાથી ધર્મ, અર્થ અને કામરૂપ પુરુષાર્થનો બાધ થતો હોય, તો ગુરુવર્ગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org