________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૩૨ વ્યવધાનથી નહિ પરંતુ અલ્પ વ્યવધાનથી, અને આનાથી=મુક્તિઅદ્વેષથી, ક્રમ વડે મુક્તિરાગની અપેક્ષાએ બહુદ્વારપરંપરારૂપ ક્રમ વડે, પરમાનંદતોઃ નિર્વાણસુખનો સંભવ છે. ૩૨ાા
- “નમેન'માં ‘મથી એ કહેવું છે કે સ્વરૂપના ભેદથી તો મુક્તિઅદ્વેષ અને મુક્તિરાગનો ભેદ પૂર્વમાં બતાવ્યો, પરંતુ ફળના ભેદથી પણ મુક્તિઅદ્વેષ અને મુક્તિરાગના ભેદને બતાવે છે. ભાવાર્થ -
શ્લોક-૩૧માં કહેલ કે આ મુક્તિઅદ્વેષ જ મુક્તિરાગ નથી. તેમાં યુક્તિ આપેલ કે મુક્તિરાગના જઘન્ય આદિ ત્રણ ભેદો છે. ત્યાં કોઈકને પ્રશ્ન થાય કે મુક્તિરાગના જઘન્ય આદિ ત્રણ ભેદો હોય તો પણ તે મુક્તિરાગને જ મુક્તિઅદ્વેષ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી શ્લોકના પૂર્વાર્ધથી યુક્તિ આપતાં કહે છે કે અદ્વેષ અભાવરૂપ છે. જે વસ્તુ અભાવરૂપ હોય તેમાં ભેદ સંભવે નહિ. જેમ ઘટ ભાવરૂપ છે, તેથી ઘટ નાનો છે, મોટો છે ઇત્યાદિ ભેદ સંભવે; તેમ દ્વેષ ભાવરૂપ છે, માટે દ્વેષ જઘન્ય છે, ઉત્કટ છે ઇત્યાદિ ભેદ સંભવે. પરંતુ ઘટનો અભાવ કોઈપણ સ્થાનમાં હોય તો તે ઘટનો અભાવ નાનો છે, મોટો છે ઇત્યાદિ ભેદ સંભવે નહિ. તેમ મુક્તિ પ્રત્યેના દ્વેષનો અભાવ પણ જઘન્ય છે, ઉત્કૃષ્ટ છે ઇત્યાદિ ભેદવાળો સંભવે નહિ. માટે મુક્તિનો અદ્વેષ અભાવરૂપ હોવાથી એક જ છે. આથી મુક્તિઅષવાળા યોગીમાં ભેદની પ્રાપ્તિ નથી,
જ્યારે મુક્તિરાગવાળા યોગીમાં ભેદની પ્રાપ્તિ છે. તેથી મુક્તિરાગને મુક્તિઅદ્વેષ કહી શકાય નહિ.
આ રીતે મુક્તિના અષના અને મુક્તિના રાગના સ્વરૂપનો ભેદ બતાવીને મુક્તિનો અદ્વેષ અને મુક્તિનો રાગ એક નથી, તેમ બતાવ્યું. હવે મુક્તિના અષથી જે મોક્ષરૂપ ફળ મળે છે, અને મુક્તિના રાગથી જે મોક્ષરૂપ ફળ મળે છે, તે બંનેના ફળમાં અતિવ્યવધાન અને અલ્પવ્યવધાનરૂપ ફળનો ભેદ છે. તેથી પણ મુક્તિઅદ્વેષ અને મુક્તિરાગનો ભેદ છે, તેમ શ્લોકના ઉત્તરાર્ધથી બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org