________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૩૨
મોક્ષનો રાગ થવાથી આત્મા કંઈક અંશે આત્મભાવમાં નિવેશ પામે છે. તેથી તે મુક્તિરાગ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને આત્મભાવમાં વિશ્રાંત થવાનો વ્યાપાર કરાવવા દ્વારા મોક્ષસુખનું કારણ બને છે, અને મુક્તિનો અદ્દેષ મુક્તિરાગની અપેક્ષાએ ઘણા વ્યવધાનથી મોક્ષનું કારણ બને છે, કેમ કે મુક્તિના રાગની જેમ મુક્તિ અષવાળા જીવો આત્મભાવમાં લેશ પણ નિવેશ પામ્યા નથી પરંતુ જેમ મુક્તિ ષવાળા જીવો આત્મભાવથી અત્યંત વિમુખ છે તેમ મુક્તિ અષવાળા જીવો આત્મભાવથી અત્યંત વિમુખ નથી. પરંતુ મુક્તિ પ્રત્યેના અદ્વેષને કારણે આત્મભાવમાં નિવેશને સન્મુખભાવવાળા છે અને સામગ્રીને પામીને તેમને મુક્તિનો રાગ પ્રગટશે ત્યારે તેઓ કંઈક કંઈક આત્મભાવમાં નિર્વેશ પામીને ક્રમશઃ મોક્ષમાં જશે. તેથી મોક્ષ પ્રત્યે મુક્તિઅદ્વેષ અને મુક્તિરાગ કારણ હોવા છતાં મુક્તિરાગ જ મુક્તિઅદ્વેષ નથી, તેમ સિદ્ધ થાય છે. ૩રશા
| રૂતિ પૂર્વસેવા ક્ષત્રિશિરા જા૨ાા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org