________________
પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૧૩
सदा ज्ञातृत्वं (ज्ञातत्वं) सिद्धं भवति, परिणामित्वे त्वात्मनश्चिच्छायासङ्क्रमस्यासार्वदिकत्वात् सदा ज्ञातृत्वं (ज्ञातत्वं ) न स्यादिति । तदिदमुक्तं - "सदा જ્ઞાતાશ્વિત્તવૃત્તયસ્તત્વમો: પુરુષસ્યારિમિત્વાત્” (યો.મૂ. ૪/૨૭) કૃતિ ।।૩।।
ટીકાર્ય :
નનુ થી પૂર્વપક્ષી એવા પતંજલિ ઋષિના મતને સામે રાખીને શ્લોક૧૩ થી શ્લોક-૨૧ના પૂર્વાર્ધ સુધી શંકા કરે છે
-
૪૯
ચિત્તસ્ય ..... અનુમીયતે । ચિત્તની પ્રમાણાદિરૂપ વૃત્તિઓ સદા=સર્વકાળ જ, જ્ઞાનનો હેતુ હોવાને કારણે દૃશ્યના પરિચ્છેદનો હેતુ હોવાને કારણે ચિાયા સંક્રમરૂપ હેતુથી=લિંગથી, આત્માની અપરિણામિતા અનુમાન કરાય છે.
નનુ થી અનુમીયતે સુધીના કથનનો ભાવાર્થ :ચિત્રછાયાસંક્રમરૂપ હેતુથી અપરિણામી આત્માની સિદ્ધિ :
પાતંજલ મતાનુસાર પુરુષ કૂટસ્થ નિત્ય છે અને ચિત્ત પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું છે. તેથી જડ એવી પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું ચિત્ત જ્ઞાનનું કારણ બને નહિ, પરંતુ ચિરૂપ એવા પુરુષની છાયાનો નિર્મળ એવા ચિત્તમાં સંક્રમ સદા થાય છે, તેથી ચિત્તની વૃત્તિઓ સદા જ્ઞાનનું કારણ બને છે.
ચિત્તની વૃત્તિઓ સદા જ્ઞાનનું કારણ બને છે, તેના બળથી અનુમાન થાય છે કે નિર્મળ એવા ચિત્તમાં સદા ચિત્કાયાનો સંક્રમ થાય છે, અને ચિત્રછાયાના સંક્રમરૂપ લિંગથી આત્મા અપરિણામી છે, એમ અનુમાન થાય છે; કેમ કે જો આત્મા પરિણામી હોય તો નિર્મળ એવા ચિત્તમાં ચિત્રછાયા ક્યારેક સંક્રમ પામે અને ક્યારેક સંક્રમ ન પામે, અને જો તેમ સ્વીકારીએ તો ચિત્તવૃત્તિઓ ક્યારેક જ્ઞાનનું કારણ બને અને ક્યારેક જ્ઞાનનું કારણ ન બને તેમ પ્રાપ્ત થાય.
Jain Education International
વસ્તુતઃ ચિત્તની વૃત્તિઓ સદા જ્ઞાનનું કારણ બને છે, તેથી અનુમાન થાય છે કે ચિત્ઝાયા સદા સંક્રમ પામે છે; અને ચિત્છાયા સદા સંક્રમ પામે છે, તેથી અનુમાન થાય છે કે આત્મા સદા ચિત્ સ્વરૂપ અવસ્થિત છે, પરંતુ પરિણામી નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org