________________
૪૬
પાતંજલ યોગલક્ષણવિચારદ્વાસિંશિકા/શ્લોક-૧૨ દૃશ્યનો આત્મા-દૃશ્યનું સ્વરૂપ તે દૃશ્યનો અર્થ જ છેઃસ્વાર્થના પરિહારથી પુરુષના ભોગસંપાદનરૂપ દશ્યનું પ્રયોજન છે.
પાતંજલ મતાનુસાર દશ્ય=પ્રકૃતિ, ત્રણ સ્વરૂપવાળી છે. (૧) પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલ અર્થાત્ સત્ત્વ, રજસુ અને તમસ્ સ્વરૂપવાળી છે.
(૨) પાંચ ભૂત અને ઇંદ્રિયોનો સમુદાય તે, દૃશ્યનું કાર્ય છે તે કાર્યને કરનારી પ્રકૃતિ છે.
(૩) ભોગ અને અપવર્ગ પ્રયોજનવાળું દશ્ય છે, તેથી ભોગ અને અપવર્ગરૂપ પુરુષના પ્રયોજનવાળી પ્રકૃતિ છે અર્થાત્ પુરુષના ભોગ અને પુરુષના અપવર્ગને સંપાદન કરવાના પ્રયોજનવાળી પ્રકૃતિ છે.
અહીં ગ્રંથકારશ્રીને ભોગ અને અપવર્ગમાંથી ભોગપ્રયોજનવાળું દૃશ્યનું સ્વરૂપ=દેશ્યનું પ્રયોજન, ગ્રહણ કરવું છે, અને તેના દ્વારા પ્રકૃતિ પુરુષના ભોગસંપાદન માટે પ્રવર્તે છે, તેમ બતાવવું છે. તેથી કહે છે –
દશ્યનું જ સ્વરૂપ=પુરુષના ભોગને સંપાદન કરવારૂપ સ્વરૂપ, તે દૃશ્યનો અર્થ છે=દશ્યનું પ્રયોજન છે. આ દૃશ્યનું પ્રયોજન સ્વાર્થના પરિહારથી પુરુષને ભોગ સંપાદન કરવારૂપ છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે પાતંજલ મતાનુસાર જે પુરુષો સંસારમાં ભોગમાં પ્રવર્તે છે, તે ભોગની પ્રવૃત્તિ પુરુષની નથી; કેમ કે પુરુષ કૂટસ્થ નિત્ય છે, તેથી પુરુષ ભોગાદિ કોઈ ક્રિયા કરતો નથી, પરંતુ પ્રકૃતિરૂપ આ દશ્ય પોતાના સ્વાર્થનો પરિહાર કરીને પુરુષને ભોગસંપાદનના પ્રયોજનવાળું છે. તેથી પ્રકૃતિ પુરુષના ભોગ સંપાદન માટે પ્રવૃત્ત છે, તેનો અર્થ ફલિત થાય છે. વિશેષાર્થ :
અહીં વિશેષ એ છે કે પતંજલિ ઋષિ પુરુષને એકાંતે ફૂટસ્થ નિત્ય માને છે. તેથી ભોગની પ્રવૃત્તિ કરનાર પુરુષ છે તેમ સ્વીકારી શકે નહિ, અને સંસારી જીવો ભોગ માટે પ્રવૃત્ત છે, તે દેખાય છે. તેની સંગતિ કરવા અર્થે કહે છે –
પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેમાંથી બાકીનાં બધાં તત્ત્વો ઉત્પન્ન થાય છે. સંસારી જીવો બાહ્ય વિષયોનો ભોગ કરવા માટે પ્રવૃત્તિ કરતા દેખાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org