SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૨ રૂતિ શબ્દ પાતંજલ યોગસૂત્ર-૨/૨૦ અને ૨/૨૧ ના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. આ રીતે ગ્રંથકારશ્રીએ પાતંજલ મતાનુસાર પ્રકૃતિ પુરુષના ભોગસંપાદન માટે પ્રવૃત્ત થાય છે, તે બતાવ્યું. વસ્તુતઃ પતંજલિ ઋષિનું તે વચન યુક્તિવાળું નથી, તે બતાવવા અર્થે શ્લોકના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી કહે છે – ટીકાર્ય :- નડાયાશ્ય ..... રૂતિ છે અને જડ એવી તેનું પ્રકૃતિનું, પુરુષના અર્થનું કર્તવ્યપણું અયુક્તિવાળું છે, જે કારણથી મારા વડે પુરુષાર્થ પુરુષનો અર્થ પુરુષને ભોગસંપાદનરૂપ પ્રયોજન, કરવું જોઈએ, એ પ્રકારનો અધ્યવસાય પુરુષાર્થ કર્તવ્યતા છે, અને તસ્વભાવમાં=પ્રકૃતિના પુરુષાર્થતા કર્તવ્યસ્વભાવમાં, પ્રકૃતિના જડત્વનો વ્યાઘાત છે. રૂતિ શબ્દ શ્લોકના ઉત્તરાર્ધતા કથનની સમાપ્તિ સૂચક છે. ll૧રા. વિશ્વ થી પ્રવૃત્તિર્ગદત્વવ્યાપાર કૃતિ સુધીના કથનનો ભાવાર્થ : શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ભોગના અર્થે અવ્યાપારવાળા એવા પુરુષના ભોગસંપાદન માટે જ પ્રકૃતિ પ્રવર્તે છે, એમ પતંજલિ ઋષિ કહે છે. પતંજલિ ઋષિ આવું સ્વીકારે છે, તેમાં પાતંજલયોગસૂત્ર-૨/૨૦ અને ર/૨૧ની સાક્ષી આપેલ છે. તેનો અર્થ આ પ્રમાણે છે – દ્રષ્ટા એવો પુરુષ દૃશિમાત્રઃચેતનામાત્રરૂપ છે, અને તે દૃશિમાત્રરૂપ પુરુષ શુદ્ધ છે=પરિણામિપણાદિ ભાવવાળો નથી, તેથી સ્વપ્રતિષ્ઠ છે અર્થાતુ અપરિણામી છે અને અપરિણામી હોવા છતાં પણ પ્રત્યય અનુપશ્ય છે=વિષયથી ઉપરક્ત એવા જ્ઞાનોને અવ્યવધાનથી જોનારો છે. આનાથી એ ફલિત થાય છે કે પાતંજલ મતાનુસાર પુરુષ કોઈ જાતના વ્યાપારવાળો નથી, પરંતુ ફૂટસ્થ નિત્ય છે; આમ છતાં બાહ્ય વિષયોથી ઉપરક્ત એવા જ્ઞાનોને જોનારો છે. આ રીતે પુરુષનું સ્વરૂપ બતાવ્યા પછી પ્રકૃતિ પુરુષના ભોગસંપાદન માટે કઈ રીતે પ્રવૃત્ત થાય છે, તે બતાવવા અર્થે પાતંજલ-૨/૧ સૂત્રથી કહે છે -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy