________________
૨૮
પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૮-૯ પ્રકારનો વિમર્શ થાય છે, તે વિમર્શ માત્ર વિચારણારૂપ નથી, પરંતુ જીવની પ્રકૃતિરૂપ બનેલ છે, તેથી કોઈપણ વિષયને ગ્રહણ કરવાને અભિમુખ વૃત્તિ ઊઠતી નથી. વળી પોતાના કલ્યાણમાં ઉપયોગ જણાય અને તે વિષયોને જીવ ગ્રહણ કરે તો પણ તે વિષયોમાં ચિત્તનો સંશ્લેષ થતો નથી.
જેમ કોઈ સાધક યોગી તેવા પ્રકારના શરીરવાળો હોય કે જેથી સ્નિગ્ધ આહાર ગ્રહણ ન કરે તો દેહના ઉપદ્રવને કારણે ધ્યાન-અધ્યયનાદિમાં વ્યાઘાત થતો હોય, અને તે વ્યાઘાતનો નિવારણ અર્થે સ્નિગ્ધ આહાર ગ્રહણ કરે, તોપણ તે સ્નિગ્ધ આહારને વશ જો તે સાધક યોગી મહાત્મા ન હોય, તો ગ્રહણકાળમાં પણ તે સ્નિગ્ધ આહારથી ચિત્ત સંશ્લેષ પામતું નથી, જે વશીકાર સંજ્ઞારૂપ છે.
આવા પ્રકારના નિર્લેપ યોગીઓને આલોક અને પરલોકનાં સુખો પ્રત્યેની જે અનધીનતા છે, તે અપરવૈરાગ્ય છે.
ટીકામાં પૂ. મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે અનધીનતાનો અર્થ કર્યો કે “ફળથી પરાધીનતાના અભાવરૂપ અપરવૈરાગ્ય છે. તેથી એ પ્રાપ્ત થાય કે ચિત્તમાં વિષયો પ્રત્યેનો વિરક્તભાવ તે વૈરાગ્ય છે, અને તેનું ફળ વિષયો પ્રત્યેની અનધીનતા છે, તેથી વૈરાગ્ય અને અનધીનતા એક નથી, તોપણ ફળથી અનધીનતારૂપ અપરવૈરાગ્ય છે. III અવતરણિકા :- ચિત્તનિરોધના ઉપાયરૂપ બે પ્રકારના વૈરાગ્યમાંથી અપરવૈરાગ્યનું સ્વરૂપ
શ્લોક-૮માં બતાવ્યું. હવે પરવૈરાગ્યનું સ્વરૂપ પ્રસ્તુત શ્લોકમાં બતાવીને પરવૈરાગ્ય અને અપરવૈરાગ્ય બંને ચિત્તવૃતિવિરોધમાં કઈ રીતે ઉપયોગી છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :
तत्परं जातपुंख्यातेर्गुणवैतृष्ण्यसञकम् । बहिर्वैमुख्यमुत्पाद्य वैराग्यमुपयुज्यते ।।९।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org