SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/બ્લોક-૭ + ૨ ... મતિ, અને તે અભ્યાસ, ચિર ચિરકાળ, નિરંતરપણાથી અને આદરથી આશ્રય કરાયેલો દઢભૂમિ=સ્થિર થાય છે. તાદ - તેને કહે છે યોગનિરોધનો અભ્યાસ સ્થિર કઈ રીતે થાય એમ જે પૂર્વમાં કહ્યું તેને, પાતંજલ યોગસૂત્ર-૧/૧૪માં કહે છે – “સ તુ .... ડ્રમૂ”િ તિ . વળી તે અભ્યાસ, દીર્ઘકાળ નિરંતરપણાથી અને સત્કારથી લેવાયેલો દઢભૂમિ થાય છે. ત્તિ' શબ્દ પાતંજલ યોગસૂત્ર-૧/૧૪ના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. Iકા ભાવાર્થ : શ્લોક-ઉના ઉત્તરાર્ધમાં નિરોધનું સ્વરૂપ બતાવ્યું કે વૃત્તિઓનું શક્તિરૂપપણાથી અવસ્થાન અને બહિતિ તે નિરોધ છે, આવા લક્ષણવાળો નિરોધ કઈ રીતે પ્રગટ થાય ? તે ગ્રંથકારશ્રી પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – ચિત્તવૃત્તિઓના નિરોધનો ઉપાય - ચિત્તવૃત્તિઓના નિરોધને પ્રગટ કરવાનો ઉપાય (૧) અભ્યાસ અને (૨) વૈરાગ્ય છે. (૧) અભ્યાસનું સ્વરૂપ – ચિત્તની જે (૧) પ્રમાણ, (૨) ભ્રમ, (૩) વિકલ્પ, (૪) નિદ્રા અને (૫) સ્મૃતિ, એ પાંચે વૃત્તિઓ બતાવી, તે વૃત્તિરહિત એવા ચિત્તના પરિણામમાં ચિત્તને રાખવા માટે યત્ન કરવામાં આવે તે અભ્યાસ છે. આ પ્રકારનો અભ્યાસ ચિરકાળ સુધી સેવવામાં આવે, વળી ચિરકાળ સુધી તે અભ્યાસનું સેવન નિરંતર સેવવામાં આવે અને આદરપૂર્વક સેવવામાં આવે તો સ્થિર થાય છે. જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે અભ્યાસનું સ્વરૂપ : જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે વિચારીએ તો ભગવાનના વચનાનુસાર શ્રત, શીલ અને સમાધિમાં ચિત્ત વર્તે તે રીતે આદરપૂર્વક નિરંતર અભ્યાસ કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy