SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૩-૪ આ પાંચ પ્રકારની વૃત્તિઓ ક્લિષ્ટ ચિત્તવાળાની ક્લેશથી આક્રાંત હોય છે, અને અક્લિષ્ટ ચિત્તવાળાની ક્લેશથી અનાક્રાંત હોય છે. આ પાંચે વૃત્તિઓનું વિશેષ સ્વરૂપ ગ્રંથકારશ્રી સ્વયં આગળ બતાવે છે. III અવતરણિકા : आसां क्रमेण लक्षणमाह - અવતરણિકાર્ય : ક્રમથી આના=વૃત્તિઓના, લક્ષણને ગ્રંથકારશ્રી કહે છે – અવતરણિકાનો ભાવાર્થ : શ્લોક-૧માં પતંજલિ ઋષિએ બતાવેલ ચિત્તવૃત્તિનિરોધ યોગ છે, એ યોગનું લક્ષણ બતાવ્યું.યોગના લક્ષણમાં કહેલ ચિત્ત પદાર્થ શું છે, તે શ્લોક-૧ના ઉત્તરાર્ધથી અને શ્લોક-રથી બતાવ્યું. ત્યારપછી ચિત્તની વૃત્તિઓ શું છે ? તે શ્લોક-૩માં બતાવ્યું. હવે ક્રમથી તે ચિત્તની વૃત્તિઓના લક્ષણને ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : मानं ज्ञानं यथार्थं स्यादतस्मिंस्तन्मतिर्धमः । पुंसश्चैतन्यमित्यादौ विकल्पोऽवस्तुशाब्दधीः ।।४।। અન્વયાર્થ : યથાર્થ જ્ઞાન મા=યથાર્થ જ્ઞાન માન=પ્રમાણ, ચા–છે. અમિ–તેના અભાવમાં તન્મતિ =તેની બુદ્ધિ, પ્રમ=ભ્રમ છે. પંસદ ચેતના પુરુષનું ચૈતન્ય ઈત્યાદિમાં વસ્તુશાશ્વથી અવસ્તુવિષયવાળી શબ્દજન્ય બુદ્ધિ વિન્ધો=વિકલ્પ છે. I૪ શ્લોકાર્ધ : યથાર્થ જ્ઞાન માન=પ્રમાણ છે. તેના અભાવમાં તેની બુદ્ધિ ભ્રમ છે. પુરુષનું ચૈતન્ય ઈત્યાદિમાં અવસ્તુવિષયવાળી શબ્દજન્ય બુદ્ધિ વિકલ્પ છે. II૪ll Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy