SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પાતંજલચોલક્ષણવિચારતાસિંચિકા/સંકલના કૃત્યાદિના સામાનાધિકરણ્યરૂપે અનુભવાતા એવા પુરુષને સ્વીકારવો જોઈએ અર્થાત્ સંસારી જીવો જે કૃતિ કરે છે અને કૃતિના ફળને ભોગવે છે, તે કૃતિનું અધિકરણ અને કૃતિના ફળનું અધિકરણ પુરુષ છે; અને તેમ સ્વીકારીએ તો યોગસાધનારૂપ કૃતિને કરનાર પણ પુરુષ છે, અને યોગસાધનાના ફળરૂપ મુક્તિ પણ પુરુષને થાય છે, તેમ સર્વ સંગત થાય છે; અને આત્માને દ્રવ્યરૂપે અપરિણામી સ્વીકારવામાં અને ત્યાદિ પર્યાયોને આશ્રયીને પરિણામી સ્વીકારવામાં કોઈ દોષ નથી. વળી પતંજલિ ઋષિ ચિત્તને ચિત્તરૂપે અન્વયી અને તે તે ચિત્તની અવસ્થારૂપે પરિણામી સ્વીકારે છે. તે વચન પતંજલિ ઋષિના સ્વરચિત પાતંજલ યોગસૂત્રના ઉદ્ધરણપૂર્વક શ્લોક-૨૨માં બતાવીને ગ્રંથકારશ્રી કહે છે : પતંજલિ ઋષિ ચિત્તને ચિત્તરૂપે અન્વયી, અને ચિત્તના તે તે પરિણામની અપેક્ષાએ પરિણામી સ્વીકારે છે, તે ચિત્ત તત્ત્વથી આત્મા છે, અને જો તે ચિત્તને પતંજલિ ઋષિ આત્મારૂપે ન સ્વીકારે તો, બુદ્ધિરૂપે વર્તતા એવા તે ચિત્તથી સર્વ વ્યવસ્થા સંગત થઈ જાય, તેથી અતિરિક્ત એવા પુરુષને માનવાની કોઈ આવશ્યકતા રહે નહિ. આ પ્રકારની પતંજલિ ઋષિને આવતી આપત્તિના નિવારણ માટે પતંજલિ ઋષિ અનુમાન દ્વારા આત્માની સિદ્ધિ કરે છે, તે શ્લોક-૨૩માં બતાવીને તે અનુમાન દ્વારા પણ આત્માની સિદ્ધિ થતી નથી, એમ ગ્રંથકારશ્રી શ્લોક-૨૪માં સ્પષ્ટ કરે છે : બુદ્ધિ જ પુરુષનું નામ છે, તેથી બુદ્ધિથી અતિરિક્ત કોઈ પુરુષ નથી અને અહંકાર અને પ્રવૃત્તિ પણ બુદ્ધિનાં પરિણામો છે. તે આ રીતે ? દરેક જીવને પોતે જ્ઞાનસ્વરૂપ છે તેવી પ્રતીતિ થાય છે. તેથી જ્ઞાનરૂપ છે બુદ્ધિ દેખાય છે તે પુરુષ છે; અને સંસારી જીવો બાહ્ય કૃત્ય કરે છે ત્યારે આ કન્ય કર્યું', એ પ્રકારનો અહંકાર થાય છે અર્થાત્ “મેં આ ભોગ-વિલાસ કર્યો એ પ્રકારનો અહંકાર થાય છે. તે અહંકાર પણ બુદ્ધિનો પરિણામ છે. વળી સંસારી જીવો મોહના પરિણામવાળા છે. તેથી તે મોહના પરિણામને કારણે આત્માનું વાસ્તવિક સ્વરૂપ અભિભવ થયેલું છે. તેથી પુરુષને અભિભવ કરે તેવી મોહની પરિણતિ તે પ્રકૃતિ છે અર્થાત્ સાંખ્યદર્શનકાર જેને પ્રકૃતિ કહે છે, તે જીવમાં વર્તતી મોહની પરિણતિ છે. તે મોહની પરિણતિને કારણે સંસારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy