________________
પાતંજલયોલક્ષણવિચારદ્વાસિંચિકા/પ્રસ્તાવના દેશના આશ્રયપણારૂપ અધિષ્ઠાનપણું છે. તે અધિષ્ઠાનપણાના નિમિત્તે સત્ત્વમાં ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. આ રીતે પાતંજલ દર્શનકારે સિદ્ધ કર્યું, તેમ સ્વીકારીએ, તોપણ આત્માને પરિણામી સ્વીકારવો આવશ્યક છે. તે બતાવવા ગ્રંથકારશ્રી શ્લોક-૨૭માં કહે છે કે સત્ત્વનિષ્ઠ અભિવ્યંગ્ય ચિત્શક્તિ પ્રત્યે આત્માનું નિમિત્તપણું હોવા છતાં પણ અપરિણામને કારણે આત્માનું ફૂટસ્થપણું છે; તોપણ ભોગનિમિત્તપણારૂપ અને ભોગઅનિમિત્તપણારૂપ ધર્મભેદને કારણે ભવ અને મોક્ષનો કથંચિત્ ભેદ આવશ્યક છે, અને શ્લોક-૨૭ની ટીકામાં અંતે કહ્યું કે ભંગ્યતરથી આ જ સ્યાદ્વાદ છે=જે વિકલ્પથી અમે પુરુષમાં ભવસ્વભાવ અને મોક્ષસ્વભાવ સ્વીકારીએ છીએ, તેના કરતાં અન્ય વિકલ્પથી સાંખ્યદર્શનકારે પુરુષનો ભવ અને મોક્ષ ઉભયરૂપ એક સ્વભાવ સ્વીકાર્યો, એ જ સ્યાદ્વાદ છે. એથી પુરુષને પરિણામી સ્વીકારવા છતાં પુરુષ પરિણામી નથી, એ પ્રકારે સ્થાપન કરવા સાંખ્યદર્શનકાર વૃથા ખેદ કેમ કરે છે !
વળી સાંખ્યદર્શનકાર પ્રકૃતિને પ્રત્યાત્મનિયત જુદી માનતા નથી, પરંતુ પ્રકૃતિ એક છે તેમ સ્વીકારે છે. તેને ગ્રંથકારશ્રીએ શ્લોક-૧૨માં આપત્તિ આપેલ કે પ્રકૃતિ એક સ્વીકારવામાં આવે તો એકની મુક્તિ થાય તો સર્વની મુક્તિ સ્વીકારવાની આપત્તિ આવે અથવા કોઈની મુક્તિ થઈ શકે નહિ. તેનું નિવારણ કરતાં સાંખ્યદર્શનકારે શ્લોક-૧૮માં કહેલ કે પ્રકૃતિ પ્રત્યાત્મનિયત નથી, તોપણ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ પ્રત્યાત્મનિયત છે, અને તે બુદ્ધિ નિયત ફળસંપાદક શક્તિવાળી છે, તેથી એકની મુક્તિમાં સર્વની મુક્તિ થવાની આપત્તિ નથી; કેમ કે પ્રકૃતિ સર્વત્ર એક હોવા છતાં પણ બુદ્ધિના વ્યાપારના ભેદથી મુક્તાત્મા પ્રતિ પ્રકૃતિ નષ્ટ હોવા છતાં અમુક્તાત્મા પ્રતિ પ્રકૃતિ અનષ્ટ છે. આ રીતે પ્રત્યાત્મનિયત બુદ્ધિને ભિન્ન ભિન્ન સ્વીકારીને મુક્ત અને અમુક્તના વ્યવહારની સાંખ્યદર્શનકારે જે સંગતિ કરી, તે સાંખ્યદર્શનકારની સંગતિમાં દોષ ઉભાવન કરી ગ્રંથકારશ્રી કહે છે કે પ્રકૃતિમાં વિશ્રાંત દુઃખધ્વંસ હોતે જીતે બુદ્ધિના ભેદમાં પણ તત્ત્વથી એકની મુક્તિમાં અન્ય સર્વની મુક્તિની આપત્તિરૂપ પ્રસંગનો અપરિહાર છે. જો મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા ન સ્વીકારવામાં આવે તો એકની મુક્તિમાં અન્ય સર્વની મુક્તિની આપત્તિરૂપ પ્રસંગનો અપરિહાર છે, અને શ્લોક-૨૮ના અંતે એ ફલિત કર્યું કે અનુભવને અનુરૂપ પદાર્થ વિચારીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org