________________
પાતંજલયોલક્ષણવિચારદ્વાચિંશિકા/પ્રસ્તાવના નથી. ત્યાં સાંખ્યદર્શનકાર કહે છે કે પારાર્મેનિયત સંહત્યકારિતા આત્માને સ્વીકારવામાં પ્રમાણ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે એમ કહેવું ઉચિત નથી. તે કેમ ઉચિત નથી, તેની યુક્તિ શ્લોક-૨૪માં ગ્રંથકારશ્રી બતાવતાં કહે છે કે સત્ત્વાદિ ધર્મોની, સત્ત્વાદિ ધર્મોના આશ્રયભૂત ચિત્તમાં પણ ફલાધાનનો સંભવ હોવાથી પારાર્મેનિયત સંહત્યકારિતા આત્માને સ્વીકારવામાં પ્રમાણ નથી. તે કારણથી=શ્લોક-૨૩માં કહ્યું કે બુદ્ધિથી જ દૃષ્ટ સર્વ વ્યવહારની સંગતિ થાય છે તે કારણથી, બુદ્ધિ પુરુષનું જ નામ થાય, વળી તત્ત્વાંતરનો વ્યય થાય.
વળી શ્લોક-૨૪ના અંતે કહ્યું કે તત્ત્વાંતરનો=અહંકારાદિ તત્ત્વનો, ઉચ્છેદ થાય તેથી તત્ત્વોતરનો ઉચ્છેદ કઈ રીતે થાય, તે શ્લોક-૨પમાં ગ્રંથકારશ્રી બતાવે છે કે એક વાયુના વ્યાપારભેદથી પાંચ પ્રકારના વાયુનો વ્યપદેશ થાય છે. તેની જેમ અહંકારાદિ બુદ્ધિઓની સંગતિનું સુકાપણું હોવાથી તત્ત્વાંતરનો વ્યય થાય છે.
વળી શ્લોક-૧પની ટીકામાં પાતંજલ મતના વક્તવ્યને બતાવતાં કહેલ કે જે પ્રમાણે લોહચુંબકના સંનિધાનમાં લોહનું ચલન થાય છે, તેમ ચિરૂપ પુરુષના સંનિધાનમાં સત્ત્વનું અભિવ્યંગ્ય એવું ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. ત્યારપછી શ્લોક-૧૬માં બતાવેલ કે પાતંજલ મતાનુસાર બે પ્રકારની ચિતુશક્તિ છે : (૧) નિત્યોદિતા અને (૨) અભિવ્યંગ્યા. તેમાં નિત્યોદિતા ચિત્શક્તિ પુરુષ જ છે, અને અભિવ્યંગ્યા ચિત્શક્તિ સત્ત્વનિષ્ઠ અર્થાત્ બુદ્ધિમાં રહેલી છે. આ રીતે પાતંજલ મતવાળા પુરુષને બુદ્ધિ ચૈતન્યનો અભિવ્યંજક સ્વીકારે છે, અને પુરુષને ફૂટસ્થ નિત્ય સ્વીકારે છે. તે પતંજલિ ઋષિનું કથન યુક્તિવાળું નથી. તે બતાવતાં શ્લોક-૨૬માં ગ્રંથકારશ્રી કહે છે કે પાતંજલ મત પ્રમાણે પુરુષનું સત્ત્વમાં ચૈતન્યનું વ્યંજકપણું હોવા છતાં પણ પુરુષનું ફૂટસ્થપણું અયુક્તિવાળું છે. અધિષ્ઠાનપણું વ્યંજક છે, એ પ્રમાણે પાતંજલ મતકાર કહે તો “તી દ્રષ્ટ્ર: સ્વરૂપાવસ્થાનમ્” એ પ્રમાણે પાતંજલ યોગસૂત્ર-૧/૩ નિરર્થક થાય.
શ્લોક-૨૬માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પુરુષને વ્યંજક સ્વીકારશો તો પુરુષ અભિવ્યક્તિનો જનક હોવાથી પુરુષ અકારણ છે, તેમ સિદ્ધ થશે. તેથી પુરુષ ફૂટસ્થ નથી, તેમ સિદ્ધ થશે. તે આપત્તિના નિવારણ માટે પતંજલિ ઋષિએ કહ્યું કે પુરુષનું અભિવ્યંજકપણું એ અભિવ્યક્તિજનકપણું નથી, પરંતુ અભિવ્યક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org