SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોલક્ષણવિચારવાાિંશિકા/પ્રસ્તાવના અઢારમી સદીના ચરણ આગે બઢી રહ્યા હતા ત્યારે કલમના આ કર્ણધારે કલમને હજી શાહીમાં જ ઝબોળેલી રાખી હતી. એની પ્રતિજ્ઞા અડગ હતી : રહસ્ય' અંતવાળા “સો ગ્રંથો તો મારે રચવા જ છે.” આ કલમનું ક્ષેત્ર વિશાળ હતું. ક્યારેક સંઘમાં શિથિલ બનેલી ચારિત્રવૃત્તિ જોવામાં આવતી અને પૂ. ઉપાધ્યાયજી મહારાજ એ શિથિલતાને ધણધણાવી મૂકતા. શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિઓની સામે આક્રમણનો અવાજ ઊઠાવતાં તેઓ કંપ નહોતા અનુભવતા. ક્યારેક એમનું હૈયું સખત ઝણઝણાટી અનુભવતું, ને એમાંથી ઊભા થતા વેદનાગીતને તેઓ શ્રી સીમંધરસ્વામી પાસે દર્દીના સ્વરે ગાતા હતા. આમ, શ્રી જિનશાસનના આકાશને આંગણે પૂ. ઉપાધ્યાયજી મહારાજનું આસન અમર બની ગયું છે. જ્ઞાન-દર્શન અને ચારિત્રની ત્રિવેણીને તટે ઊભરતું એમનું તેજોમયી વ્યક્તિત્વ કઈ ભૂલ્યા રાહીને માટે પ્રકાશના સ્તંભરૂપ બન્યું છે. દ્વાત્રિશદ્વાચિંશિકા': પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા - સર્વનયમયી વાણી વહાવનાર મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાની એક અદ્ભુત અમરકૃતિરૂપ આ કાત્રિશદ્વાર્નાિશિકા' ગ્રંથ, ૫૦૫૦ શ્લોકપ્રમાણ અભુત અર્થગંભીર અને મનનીય ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત છે. પૂજ્યશ્રીએ શ્રુતસાગરની અગાધ જલરાશિને વલોવીને નિષ્પન્ન અમૃતને આ ગ્રંથગાગરમાં આપણને પીરસ્યું છે. તેઓશ્રીની એક એક કૃતિ Master Piece - બેનમુન નમૂનારૂપ છે, જે તેમના ઉચ્ચ બૌદ્ધિક સ્તરનાં આપણને દર્શન કરાવે છે. આ ગ્રંથનું અધ્યયન કરતાં અનેક પદાર્થોનું યુક્તિસભર નિરૂપણ જોઈ ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજાની તર્કશક્તિને, તીવ્ર મેધાશક્તિને બિરદાવ્યા વિના રહી શકાતું નથી. આ કોઈ આગમગ્રંથ નથી, પરંતુ આગમગ્રંથોનાં ગૂઢ રહસ્યોનું ઉદ્ઘાટન કરે તેવો સરળ અર્થબોધક ગ્રંથ છે. માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજે ટીકામાં પણ માત્ર દુર્ગમ અને દુર્બોધ શબ્દોનું સ્પષ્ટીકરણ કરેલ છે. ‘દ્વાન્નિશદ્વાáિશિકા ગ્રંથ' સમ્યજ્ઞાનનો દરિયો છે. તેમાં આગમના ગંભીર પદાર્થો, યોગમાર્ગના અતીન્દ્રિય ભાવો, દાર્શનિક પદાર્થો અને આચારસંહિતા પણ ગૂંથાયેલાં છે. તેમ જ અનેક મહત્ત્વના પદાર્થોનું સંકલન અને વિશદીકરણ પણ આ ગ્રંથરત્નમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy