________________
પાતંજલયોલક્ષણવિચારદ્વાત્રિશિકા/પ્રસ્તાવના કરવામાં આવ્યું છે. જેમ પૂ. સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વરચિત ગ્રંથોનાં નામાભિધાન, ષોડશક પ્રકરણ, અષ્ટક પ્રકરણ, વિશતિવિંશિકા આદિ તેના વિવિધ શ્લોકસમૂહની સંખ્યાને આશ્રયીને આપેલ છે; તેમ અહીં વિવિધ ૩૨ વિષયોનું નિરૂપણ કરતાં ૩૨ પ્રકરણને રચ્યાં, અને એક એક પ્રકરણમાં ૩૨-૩૨ શ્લોકોનાં ઝૂમખાં મૂકવા દ્વારા, મુખ્ય ૩૨ વિષયોની સાંગોપાંગ અને અર્થગંભીર વિશદ છણાવટ કરેલ છે. ટૂંકમાં પ્રસ્તુત કૃતિ દ્વાત્રિશદ્યાત્રિશિકા' યોગ, આગમ અને તર્ક-યુક્તિના શિરમોર સમાન એક અણમોલ અને અનુપમ મહાન ગ્રંથ છે. ખરેખર જ, આ શાસ્ત્રોનો વારસો આ કલિકાળમાં આપણને પ્રાપ્ત ન થયો હોત તો આપણે સરળતાપૂર્વક આત્મકલ્યાણ સાધી શકવા સમર્થ કેમ બની શકત ? વર્તમાનમાં તત્ત્વ કે સાર પામવા માટે આલંબનરૂપ આ ગ્રંથ અનેક શાસ્ત્રોના નિચોડરૂપ અમૂલ્ય ખજાનો છે.
દ્વાત્રિશદ્ધાત્રિશિકા ગ્રંથનું આ ૧૧મું પ્રકરણ પાતંજલયોગલક્ષણવિચારહાર્નાિશિકા' છે.
દશમી યોગલક્ષણબત્રીશીમાં સ્વદર્શન અનુસાર યોગનું લક્ષણ બતાવ્યા પછી અગિયારમી પાતંજલયોગલક્ષણબત્રીશીમાં પાતંજલ યોગદર્શનમાન્ય યોગનું લક્ષણ બતાવીને ગ્રંથકારશ્રીએ તેની સમીક્ષા કરેલ છે. પતંજલિ ઋષિએ કરેલા યોગના લક્ષણનો વિચાર કરવાથી સ્વદર્શનનું યોગનું લક્ષણ સ્થિર થાય છે. તત્ત્વના અર્થી જીવોએ પોતાના દર્શનનું યોગનું લક્ષણ આ જ ઉચિત છે, એ પ્રકારનો સ્થિર નિર્ણય કરાવવા માટે પતંજલિ ઋષિએ કહેલા “યશ્ચિત્તવૃત્તિનિરોધઃ' (પતંગનો સૂત્ર-૧/૨) એ યોગના લક્ષણને પ્રસ્તુત બત્રીશીમાં ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કરેલ છે.
પતંજલિ ઋષિએ યોગના લક્ષણમાં કહેલ ચિત્તનું સ્વરૂપ, ચિત્તની વૃત્તિઓનું સ્વરૂપ, નિરોધનું સ્વરૂપ, નિરોધ પદાર્થ શું છે તેનું સ્પષ્ટીકરણ, ચિત્તવૃત્તિનો નિરોધ કેવી રીતે થાય, તે બતાવતા અભ્યાસ અને વૈરાગ્યનું સ્વરૂપ, વૈરાગ્યના પરવૈરાગ્ય અને અપરવૈરાગ્ય, એ બે ભેદોનું સ્વરૂપ, બંને વૈરાગ્યો ચિત્તવૃત્તિનિરોધમાં કઈ રીતે ઉપયોગી છે, તેનું સ્વરૂપ : આ બધાનું શ્લોક-૧ થી ૧૦ સુધી ગ્રંથકારશ્રીએ વર્ણન કરેલ છે. “ચિત્તવૃત્તિનિરોધ” એ પ્રકારના પતંજલિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org