________________
૮૦
યોગલક્ષણદ્વાત્રિશિકા/શ્લોક-૨૮ एतेन द्रव्यादेर्व्यवच्छेदः, हि-यतः विविच्यमानाः=भेदनयेन गृह्यमाणा वस्तुनः परिणामा भिद्यन्ते, तथा च न व्यापाराश्रयस्यापि व्यापारत्वमिति भावः ।।२८।। ટીકાર્થ :
=ો .... માવ: પા ચિદ્વિવર્તપણું હોવાથી જ્ઞાનનો પરિણામ હોવાથી, અને વીર્ષોલ્લાસ હોવાથી=આત્મશક્તિનું મ્હોરણ હોવાથી, તે યોગ, વ્યાપાર કહેવાયો છે; કેમ કે ક્રમવાળી પ્રવૃત્તિના વિષયનું વ્યાપારપણું છે. આનાથી= મોક્ષને અનુકૂળ એવા ભાવના વ્યાપારને યોગ કહ્યો એનાથી, દ્રવ્યાદિનો વ્યવચ્છેદ થયો=દ્રવ્યાદિનો વ્યાપાર યોગ છે એનો વ્યવચ્છેદ થયો, જે કારણથી વિવિધ્યમાન ભેદનયથી ગ્રહણ કરાતા, વસ્તુના પરિણામો ભેદ પામે છે અર્થાત્ ભેદનયથી ગ્રહણ કરાતા આત્માના પરિણામો આત્માથી જુદા પડે છે, અને તે રીતે ભેદનયથી આત્માના પરિણામો આત્માથી જુદા છે તે રીતે, વ્યાપારના આશ્રયનું પણ વ્યાપારપણું નથી યોગમાર્ગને અનુકૂળ એવા વ્યાપારના આશ્રયવાળા એવા આત્માનું પણ વ્યાપારપણું નથી, પરંતુ મોક્ષને અનુકૂળ ભાવનું વ્યાપારપણું છે, એ પ્રકારનો ભાવ છે. ૨૮ - વ્ય' અહીં દ્ર' થી શુદ્ધ જ્ઞાયક સ્વભાવનું ગ્રહણ કરવું.
વ્યાપારાશ્રયસ્થપ' અહીં ' થી એ કહેવું છે કે, વ્યાપારનો જે આશ્રય નથી, તેનું તો વ્યાપારપણું નથી, પરંતુ વ્યાપારના આશ્રયનું પણ વ્યાપારપણું નથી. ભાવાર્થ :
જીવમાં વર્તત મોક્ષને અનુકૂળ ભાવ સમ્યગુક્રિયા દ્વારા વૃદ્ધિ પામે છે ત્યારે વૃદ્ધિ પામતો તે પરિણામ ચિદ્વિવર્તરૂપ છે અર્થાત્ કોઈક અંશથી કષાયના સંશ્લેષ વગરના જીવના જ્ઞાનના પરિણામરૂપ છે, અને તે વખતે જીવ તે ભાવને પ્રકર્ષ કરવા અર્થે વીર્ષોલ્લાસવાળો હોય છે. તેથી કર્મની પરતંત્રતાને છોડીને આત્માના શુદ્ધ ભાવને પ્રગટ કરવા માટે આત્મશક્તિનું સ્લોરણ કરે છે. તેથી યોગ વ્યાપાર કહેવાયો છે અર્થાત્ મોક્ષના હેતુભૂત એવા ભાવનો વ્યાપાર યોગ કહેવાય છે; કેમ કે ક્રમવાળી પ્રવૃત્તિના વિષયનું વ્યાપારપણું છે અર્થાત્ જીવમાં વર્તતો જે મોક્ષને અનુકૂળ ભાવ એ ક્રમસર અધિક-અધિક થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org