________________
છપ
સાધુસામગ્ગદ્વાચિંશિકા/શ્લોક-૧૫ અને પુણ્યાર્થિકપિંડ સાધુને અગ્રાહ્ય છે, એમ કહ્યા પછી અસંકલ્પિત પિંડ સાધુને ગ્રહણ કરવો જોઈએ, એમ કહેવાની આવશ્યકતા રહેતી નથી; અને એમ કહેવામાં આવે કે યાવદર્થિકપિંડમાં અને પુણ્યાર્થિકપિંડમાં સાધુ માટે સંકલ્પ કરાયેલો પિંડ અંતર્ભાવ પામતો નથી, માટે તેનો નિષેધ કરવો આવશ્યક છે, તો યાવદર્થિકપિંડમાં અને પુણ્યાર્થિકપિંડમાં સાધુના સંકલ્પથી કરાયેલો પિંડ નથી, તેવો અર્થ સ્વીકારવો પડે; અને સાધુને સાધુના અર્થે સંકલ્પ કરાયેલો પિંડ અગ્રાહ્ય છે, તેમ સ્વીકારીએ તો, યાવદર્થિકપિંડ અને પુણ્યાર્થિકપિંડ સાધુને ગ્રાહ્ય છે, એમ સ્વીકારવાની આપત્તિ આવે; અને શાસ્ત્રમાં તો યાવદર્થિકપિંડનો અને પુણ્યાર્થિકપિંડનો નિષેધ છે, આમ છતાં ફરી અસંકલ્પિત પિંડ સાધુએ ગ્રહણ કરવો જોઈએ, એમ કહેવું, તે વચન દુષ્ટ છે. અષ્ટક-૬, શ્લોક-૪-પના ઉદ્ધરણનો ભાવ આ પ્રમાણે છે -
પૂર્વપક્ષી કહે છે કે જેનો યાવદર્થિકવાદી છે અર્થાત્ યાવદર્થિકપિંડ સાધુને ગ્રહણ કરાય નહિ, તેમ માને છે. તેથી વિશેષથી સંકલ્પ જે પિંડમાં હોય તે પિંડ સાધુને દુષ્ટ છે અર્થાત્ સાધુને આપવાના સંકલ્પથી જે પિંડ કરાયો હોય તે પિંડ દુષ્ટ છે, એ પ્રકારના સંકલ્પવિશેષના વિરહવાળો પિંડ સાધુને ગ્રહણ કરવો જોઈએ, એ પ્રકારના વચનનું સમાધાન કરવું, એ સમ્યગૂ નથી; કેમ કે યાવદર્થિકપિંડમાં સાધુ અર્થે પિંડનો નિષેધ થઈ જાય છે, તેથી ફરી તેનું કથન કરવું એ અર્થ વગરનું છે; અને જો એમ કહેવામાં આવે કે યાવદર્થિકપિંડમાં અને પુણ્યાર્થિકપિંડમાં સાધુ અર્થે કરાયેલા પિંડના સમાવેશ થતો નથી, તેથી સાધુ અર્થે કરાયેલા પિંડનો નિષેધ કરવો આવશ્યક છે, તો સાધુ અર્થે કરાયેલા પિંડનો સમાવેશ ન થાય તેવો યાવદર્થિકપિંડનો અને પુણ્યાર્થિકપિંડનો વિષય બતાવવો જોઈએ, અને તે બતાવી શકાતો નથી; કેમ કે યાવદર્થિકપિંડમાં કે પુણ્યાર્થિકપિંડમાં સાધુને આપવાનો પણ સંકલ્પ આવી જાય છે. તેથી સાધુના સંકલ્પ વગરનો યાવદર્થિક પિડ કે પુણ્યાર્થિકપિંડ સ્વતંત્ર પ્રાપ્ત થતો નથી. તેથી તેનો વિષય કહી શકાય નહિ; અને જેનો કોઈ વિષય નથી, એવા યાવદર્થિકપિંડનો અને પુણ્યાર્થિકપિંડનો નિષેધ કરનાર ભગવાનનું વચન અસંભવ વિષયને કહેનારું છે, તેમ સ્વીકારવું પડે; અને તેમ સ્વીકારીએ તો આપ્ત એવા ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org