________________
SY
સાધુસામઢઢાત્રિશિકા/શ્લોક-૧૨ વળી જેઓ સંયમવિશુદ્ધિની ઈચ્છાથી ભિક્ષાવૃત્તિ કરે છે, તેઓને વૃત્તિભિક્ષા નથી, પરંતુ સર્વસંપરી ભિક્ષા છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે ચારિત્રની વિશુદ્ધિની ઈચ્છાથી જેમ સુસાધુ ભિક્ષાવૃત્તિ કરે છે, તેમ સંવિગ્નપાક્ષિક પણ ચારિત્રની વિશુદ્ધિની ઈચ્છાથી ભિક્ષાવૃત્તિ કરે છે, માટે તેઓને વૃત્તિભિક્ષા નથી, પરંતુ સર્વસંપન્કરી જ ભિક્ષા છે.
વળી જેઓ ધન કમાઈ શકે તેવી શક્તિવાળા છે, છતાં ભિક્ષાવૃત્તિથી જીવન જીવે છે, તેઓને અર્થ ઉપાર્જન કરવાને અનુકૂળ જે પુરુષકાર છે તેનો નાશ કરનાર હોવાથી તેઓની ભિક્ષા પૌરુષષ્મી છે, પરંતુ વૃત્તિભિક્ષા નથી. આમ છતાં આ પૌરુષની ભિક્ષા ધર્મનું લાઘવ કરનાર નથી; કેમ કે સાધુવેશ ગ્રહણ કરેલ નથી કે શ્રાવક પણ નથી. તેથી પૌરુષબી ભિક્ષા હોવા છતાં દુરંત સંસારના પરિભ્રમણનું કારણ બને તેવી તેમની ભિક્ષા નથી.
આનાથી એ ફલિત થાય કે જે ગૃહસ્થ અન્ય ક્રિયાથી ધન કમાઈ શકે તેમ છે, છતાં માંગીને ખાય છે, તેને પૌરુષષ્મી ભિક્ષા છે; અને જે ગૃહસ્થો ધન વગરના છે અને અન્ય રીતે આજીવિકા કરી શકે તેવા નથી, તેઓને વૃત્તિભિક્ષા છે.
વળી જે શ્રાવક હોય અને ધર્મનાં અનુષ્ઠાનો સેવતા હોય અને અન્ય ક્રિયાથી ધન કમાઈ શકે તેવી શક્તિવાળા હોવા છતાં ભિક્ષાવૃત્તિ કરતા હોય તો તેઓને પૌરુષષ્મી જ ભિક્ષા છે, અને તેઓ ધર્મનું લાઘવ કરતા હોવાથી તેમની ભિક્ષા પાપબંધનું કારણ છે.
વળી સાધુવેશમાં રહીને સંયમમાં ઉદ્યમ ન કરતા હોય તેઓને પણ પૌરુષષ્મી જ ભિક્ષા છે, અને તેઓ ધર્મનું લાઘવ કરતા હોવાથી તેમની ભિક્ષા પાપબંધનું કારણ છે.
વળી કેટલાક સંયમ ગ્રહણ કર્યા પછી સંયમ પાળી શકે તેવી સ્થિતિમાં ન હોય તો સંયમ છોડીને સારૂપિકપણાથી કે સિદ્ધપુત્રપણાથી જીવે છે, અને તેઓ આજીવિકા માટે ભિક્ષાથી અન્ય ક્રિયા કરવા સમર્થ ન હોય તો તેઓને પણ વૃત્તિભિક્ષા છે, અને જો તેઓ અન્ય ક્રિયાથી ધન કમાવા માટે સમર્થ હોય અને ભિક્ષાવૃત્તિથી જીવન જીવે તો તેમની ભિક્ષા વૃત્તિભિક્ષા નથી, પરંતુ પૌરુષબી ભિક્ષા છે. II૧ચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org