________________
સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૧૨
૬૩ જ= સર્વસંપન્કરી જ, ભિક્ષા છે. આનાથી વ્યતિરિક્ત=પ્રવ્રજ્યા પ્રતિ પ્રતિબદ્ધ માનસ જેઓનું નથી, તેવા અસદ્ આરંભવાળાની, પૌરુષળી જ ભિક્ષા છે.
જેઓ અત્યંત અવધના ભીરુ છે અને સંવેગના અતિશયને કારણે પ્રવજ્યા પ્રતિ પ્રતિબદ્ધ માનસવાળા છે, તેઓ સુસાધુ પણ છે અને સંવિગ્નપાક્ષિક પણ છે અને તેઓને સર્વસંપત્કરી ભિક્ષા જ છે, એમ ગ્રંથકારશ્રીએ કહ્યું, ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે અષ્ટકવૃત્તિકારે તો સંવિગ્નપાક્ષિકને આઘભિક્ષા કલ્પન સર્વસંપન્કરી કલ્પ, કહીને તત્ત્વકેવલીગમ્ય છે તેમ કહ્યું, અને ગ્રંથકારશ્રીએ તો સ્પષ્ટ શબ્દોમાં કહેલ છે કે સંવિગ્નપાક્ષિકને આઘભિક્ષા જ=સર્વસંપન્કરી ભિક્ષા જ છે. તેથી અષ્ટકવૃત્તિકારના વચન સાથે વિરોધ આવશે, તેના ખુલાસા માટે ગ્રંથકારશ્રી કહે છે –
તત્ત્વ ... વઘેયમ્ | અને અહીં સંવિગ્સપાક્ષિકને આઘભિક્ષા= સર્વસંપન્કરી ભિક્ષા, સ્વીકારવાના વિષયમાં, તત્ત્વ કેવલી જાણે છે, એ પ્રમાણે અષ્ટકવૃત્તિકારનું વચન તેમને-અષ્ટકવૃત્તિકારને, નિયતભાવના અપરિજ્ઞાનનું સૂચક છે અર્થાત્ સંવિગ્સપાક્ષિકને આ જ ભિક્ષા છે= સર્વસંપન્કરી ભિક્ષા જ છે, તેવા નિયત ભાવના અપરિજ્ઞાનનું સૂચક છે એ પ્રમાણે જાણવું. I૧૨ા
તીનાસ્થતિ - અહીં ‘કાઢિ થી પાંગળા આદિનું ગ્રહણ કરવું. સિદ્ધપુત્રપિ અહીં સિદ્ધપુત્રાદ્રિ માં દ્રિ' થી સારૂપિકનું ગ્રહણ કરવું, અને પિ થી એ સમુચ્ચય થાય છે કે દીન, અંધાદિમાં તો વૃત્તિભિક્ષા છે, પરંતુ કેટલાક સિદ્ધપુત્રાદિમાં પણ વૃત્તિભિક્ષા છે. ભાવાર્થ - (૩) વૃત્તિભિક્ષાનું સ્વરૂપ -
જેઓ આજીવિકા માટે અન્ય ક્રિયા કરવા સમર્થ નથી, અને તેના કારણે ભિક્ષાની વૃત્તિ કરે છે, તેઓને વૃત્તિભિક્ષા છે.
વળી જેઓ સાધુવેશમાં રહેલા છે અને સાધ્વાચરનું સમ્યક્ પાલન કરતા નથી, પરંતુ અમે સાધુ છીએ માટે અમે ભિક્ષાના અધિકારી છીએ, એવા મોહથી ભિક્ષા કરે છે, તેઓને વૃત્તિભિક્ષા નથી, પરંતુ પૌરુષની ભિક્ષા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org