________________
પ૮
સાધુસાચ્ચઢાત્રિશિકા/શ્લોક-૧૧ દીક્ષા છે અને તેવા ભાવવાળી દીક્ષાની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવું જે કર્મ તે દીક્ષાવરણકર્મ. ભાવાર્થ :(૨) પૌરુષષ્મી ભિક્ષાનું સ્વરૂપ :
દીક્ષા એટલે “જેનાથી શ્રેયની પ્રાપ્તિ થાય અને અશિવનો નાશ થાય. તેથી જે સાધુ મહાત્મા અપ્રમાદભાવથી ભગવાનના વચનાનુસાર જ્ઞાન-ધ્યાનાદિમાં ઉદ્યમ કરનારા છે, તેમની દીક્ષા અશુભ કર્મોનો નાશ કરે છે અને સર્વ કલ્યાણની પરંપરાનું કારણ બને છે. આવી દીક્ષાને આવરણ કરનાર એવા કર્મબંધનું કારણ જે ભિક્ષા તે પૌરુષષ્મી ભિક્ષા છે. આ પૌરુષષ્મી ભિક્ષા વડે જે સાધુઓ પોતાના દેહને પુષ્ટ કરે છે, તેઓ ધર્મના લાઘવને આપાદન કરે છે, કેમ કે ભિક્ષા ગ્રહણ કરીને પુષ્ટ થયેલા દેહથી ધર્મની વૃદ્ધિ કરતા નથી, પરંતુ ધર્મની વૃદ્ધિને અનુકૂળ સત્ત્વનો નાશ કરે છે, તેથી પોતાના ધર્મની લઘુતાને આપાદન કરે છે=પોતે ગ્રહણ કરેલા સંયમવેશની લઘુતાને આપાદન કરે છે, અને પરના ધર્મની પણ લઘુતાને આપાદન કરે છે.
પરના ધર્મની લઘુતાને કઈ રીતે આપાદન કરે છે, તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
જે ગૃહસ્થો સદા અનારંભથી વિહિત એવી ભિક્ષામાં યત્ન કરવાની રુચિવાળા છે, અને તેથી વિચારે છે કે સંયમ ગ્રહણ કરીને અનારંભી ભિક્ષા દ્વારા હું આત્મકલ્યાણ સાધું, તેવા ગૃહસ્થો પણ આ સાધુની અનુચિત રીતે ભિક્ષાગ્રહણની પ્રવૃત્તિ જોઈને મોહનો આશ્રય કરે છે અર્થાત્ પોતાના સંયમના અભિમુખ પરિણામનો નાશ કરે છે, અને “આ અરિહંતના સાધુઓ અનુચિત કરનારા છે,’ એ પ્રકારના શાસનના અવર્ણવાદ દ્વારા ધર્મની લઘુતાને આપાદન કરે છે. આ પ્રકારનો શ્રાવકનો મોહનો પરિણામ પેદા કરવામાં શિથિલાચારવાળા સાધુની ભિક્ષાની પ્રવૃત્તિ કારણ બને છે, તેથી તે સાધુની ભિક્ષાની પ્રવૃત્તિ પરના ધર્મની લઘુતાને આપાદન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org