________________
૪૫
સાધુસામઔદ્રાવિંશિકા/શ્લોક-૯
કfમલાડપિ અહીં ‘પ થી એ કહેવું છે કે જ્ઞાન તો ત્રણ પ્રકારનું છે, પરંતુ ભિક્ષા પણ ત્રણ પ્રકારની છે. ટીકા :ત્રિતિ . વ્યારા
શ્લોકાર્થ સ્પષ્ટ હોવાથી તેની ટીકા ગ્રંથકારશ્રીએ કરેલ નથી. મહા ભાવાર્થ -
જે સાધુમહાત્મા ભાવથી સંયમના પરિણામવાળા છે, તેમનામાં તત્ત્વસંવેદનજ્ઞાન અવશ્ય હોય છે, અને તત્ત્વસંવેદનજ્ઞાનવાળા સાધુ જીવનનિર્વાહ અર્થે ભિક્ષા દ્વારા જીવનનિર્વાહની પ્રવૃત્તિ કરે છે, તેથી તે સાધુને ભિક્ષુ કહેવાય છે, અને ભિક્ષાથી ભિક્ષુભાવ છે, તે બતાવવા માટે ભિક્ષા ત્રણ પ્રકારની છે, તેમ પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે. ત્રણ પ્રકારની ભિક્ષાનું સ્વરૂપ :
(૧) સર્વસંપન્કરી ભિક્ષા :- તત્ત્વસંવેદનાનવાળા મુનિ જે ભિક્ષા ગ્રહણ છે, તે ભિક્ષા સર્વ કલ્યાણનું કારણ છે; કેમ કે તે ભિક્ષા દ્વારા ધર્મધાતુની પુષ્ટિ કરે એવા દેહની પુષ્ટિ થાય છે, અને તે ભિક્ષાથી પુષ્ટ થયેલ દેહ તે સાધુમાં સમભાવરૂપ ધર્મની વૃદ્ધિ કરે છે. માટે તે ભિક્ષા સર્વસંપત્તિને કરનારી છે.
(૨) પૌરુષદની ભિક્ષા :- સાધુવેશને ગ્રહણ કર્યા પછી જે સાધુ ભિક્ષાની વૃત્તિથી આજીવિકા કરે છે, પરંતુ તે ભિક્ષા દ્વારા પુષ્ટ થયેલા દેહથી સમભાવની વૃદ્ધિ કરતા નથી, પણ સ્વરુચિ અનુસાર યથા-તથા પ્રવૃત્તિ કરે છે, તે સાધુની ભિક્ષા તેમના પુરુષકારનો નાશ કરનારી હોવાથી પૌરુષષ્મી ભિક્ષા છે અર્થાત્ તે સાધુ ભિક્ષાથી ધર્મધાતુની પુષ્ટિ કરતા નથી, અને પોતાની આજીવિકા માટે પુરુષકાર કરીને જીવનનિર્વાહ કરી શકે તેમ છે તોપણ પોતાની આજીવિકા માટે ધનાદિ ઉપાર્જન કરવા માટે યત્ન કરતા નથી, તે સાધુ આ રીતે ભીખની વૃત્તિથી સવીર્યનો નાશ કરે છે. તેના ફળરૂપે જન્માંતરમાં સદ્વર્યની પ્રાપ્તિનો અભાવ થાય તેવી સત્પુરુષકારના નાશને કરનારી આ બીજા પ્રકારની પૌરુષની ભિક્ષા છે. (૩) વૃત્તિભિક્ષા :- કર્મના દોષથી જે ગૃહસ્થો આજીવિકા કરવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org