________________
૩૬
સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૭ તે પડી શકે નહિ. તેથી એમ માનવું પડે કે પ્રતિબંધક એવું ચારિત્રમોહનીય કર્મ જીવના જ્ઞાનમાં કોઈક શક્તિનું વિઘટન કરે છે, માટે સમ્યગ્દષ્ટિ જીવના જ્ઞાનમાં સત્ જ્ઞાનત્વનું વિઘટન ચારિત્રમોહનીય કર્મના ઉદયથી થાય છે, તેને કારણે તેનું જ્ઞાન નિરવઘ પ્રવૃત્તિ કરવા સમર્થ બનતું નથી.
વળી સમ્યગ્દષ્ટિનું જ્ઞાન યથાર્થ હોવાને કારણે સમ્યગ્દષ્ટિ જીવ પાપપ્રવૃત્તિ કરે છે ત્યારે “આ પાપપ્રવૃત્તિ મારા અહિતનું કારણ છે” તેવો સ્પષ્ટ બોધ હોય છે, તેથી સકંપ પાપપ્રવૃત્તિ કરે છે. માટે સમ્યગ્દષ્ટિના જ્ઞાનમાં સકંપ પાપપ્રવૃત્તિ કરવાની શક્તિ છે, અને સમ્યગ્દષ્ટિ જીવને મિથ્યાત્વનો ઉદય થાય તો સમ્યગ્દષ્ટિ જીવના જ્ઞાનમાં જે સકંપ પાપપ્રવૃત્તિ કરવાની શક્તિ હતી, તેનું વિઘટન થાય છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવના જ્ઞાન કરતાં વિલક્ષણ એવા અજ્ઞાનાવરણના ક્ષયોપશમને કારણે મિથ્યાદૃષ્ટિ જીવની નિષ્કપ પાપપ્રવૃત્તિ થાય છે.
સંક્ષેપથી એ પ્રાપ્ત થાય છે કે ચારિત્રીમાં રહેલું સત્વજ્ઞાન નિરવઘ પ્રવૃત્તિ કરાવે છે, અને ચારિત્રમોહનીયના ઉદયવાળા જીવમાં સત્વજ્ઞાનની શક્તિનું ચારિત્રમોહનીયકર્મ વિઘટન કરે છે, તેથી તેનું જ્ઞાન નિરવદ્ય પ્રવૃત્તિ કરવા સમર્થ બનતું નથી. માટે સમ્યગ્દષ્ટિનું જ્ઞાન ચારિત્રીના જ્ઞાન કરતા વિલક્ષણ છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવની નિરવદ્ય પ્રવૃત્તિ થતી નથી, પરંતુ સકંપ પાપપ્રવૃત્તિ થાય છે.
વળી મિથ્યાત્વના ઉદયવાળા જીવમાં જ્ઞાનની સપ પાપપ્રવૃત્તિ કરવાની શક્તિનું દર્શનમોહનીયકર્મ વિઘટન કરે છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવના જ્ઞાન કરતાં વિલક્ષણ એવું જ્ઞાન મિથ્યાષ્ટિ જીવમાં છે. માટે સમ્યગ્દષ્ટિ જીવની જેમ મિથ્યાદૃષ્ટિ જીવની સકંપ પાપપ્રવૃત્તિ થતી નથી, પરંતુ નિષ્કપ પાપપ્રવૃત્તિ થાય છે. સારાંશ :
(૧) જે જ્ઞાન નિષ્કપ પાપપ્રવૃત્તિ કરાવે છે, તે અજ્ઞાનાવરણના ક્ષયોપશમથી થાય છે, (૨)જે જ્ઞાન સકંપ પાપપ્રવૃત્તિ કરાવે છે, તે જ્ઞાનાવરણના ક્ષયોપશમથી થાય છે અને (૩)જે જ્ઞાનનિરવદ્યપ્રવૃત્તિ કરાવે છે, તે જ્ઞાનાવરણના ક્ષયોપશમથી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org