SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામણ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૬ ૨૭ પાપપ્રવૃત્તિ કરે, તોપણ આ પાપપ્રવૃત્તિ મારા અહિતનું કારણ છે તેવો સ્થિર નિર્ણય હોવાથી તેમનો બોધ તે પાપપ્રવૃત્તિને શિથિલ કરે છે. સમ્યગ્દષ્ટિ જીવો સૂક્ષ્મબોધવાળા હોય છે, તેથી મોક્ષને પ્રતિકૂળ સર્વ પરિણતિ તેમને પાપરૂપે દેખાય છે. માટે તે પાપપ્રવૃત્તિ કરવાના અભિમુખ ભાવવાળા ન હોય તો પાપપ્રવૃત્તિ કરતા નથી, અને પાપપ્રવૃત્તિ ક૨વાને અભિમુખ પરિણામ થયો હોય તો યથાર્થ બોધ હોવાને કા૨ણે શિથિલ પાપપ્રવૃત્તિ કરે છે. સંયમયોગમાં ઉત્થિત મુનિનું જ્ઞાન સત્ જ્ઞાન છે. જે બોધ ઉચિતમાં પ્રવૃત્તિ અને અનુચિતમાં નિવૃત્તિ કરાવે તે સત્ જ્ઞાન છે. મુનિ સંયમની વૃદ્ધિને અનુકૂળ સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે અને સંયમમાં વ્યાઘાતક સર્વ અનુચિત પ્રવૃત્તિઓથી નિવૃત્ત થાય છે. તેથી શાસ્ત્રવચનના સ્મરણપૂર્વક સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા મુનિનું જ્ઞાન સત્ જ્ઞાન છે, અને તે જ્ઞાનવાળા મુનિઓ નિરવઘ પ્રવૃત્તિ કરે છે. તેથી ત્રીજા તત્ત્વસંવેદનજ્ઞાનનું લિંગ નિરવઘ પ્રવૃત્તિ છે. ટીકામાં અષ્ટક પ્રકરણ-૯/૩ની સાક્ષી આપી, તેનો ભાવ આ પ્રમાણે છે સંસારી જીવો પોતાના ભૌતિક હિત માટે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરે છે. એ પ્રવૃત્તિ અને નિવૃત્તિ નિરપેક્ષભાવથી કરતા હોય તો તેમની નિષ્કપ પાપપ્રવૃત્તિ છે, અને નિષ્કપ પાપપ્રવૃત્તિ વિષયપ્રતિભાસ જ્ઞાનનું લિંગ છે. ટીકામાં અષ્ટક પ્રકરણ-૯/૫ની સાક્ષી આપી, તેનો ભાવ આ પ્રમાણે છે - સમ્યગ્દષ્ટિ જીવોનું ચિત્ત ભગવાનના વચનથી ભાવિત હોય છે તેથી પાપપ્રવૃત્તિનું આપાદક ચારિત્રમોહનીય કર્મ બળવાન હોય તો પાપપ્રવૃત્તિ કરે ત્યારે પણ તેવા પ્રકારની શિથિલ પ્રવૃત્તિ આદિથી વ્યંગ્ય તેમની પ્રવૃત્તિ હોય છે, અને તે પ્રવૃત્તિ ક્રમે કરીને પાપની નિવૃત્તિનું કારણ બને તેવી હોય છે. તેથી તેમની પ્રવૃત્તિ સકંપ પાપપ્રવૃત્તિ છે, અને સકંપ પાપપ્રવૃત્તિ આત્મપરિણામવત્ જ્ઞાનનું લિંગ છે. ટીકામાં અષ્ટક પ્રકરણ-૯/૭ની સાક્ષી આપી, તેનો ભાવ આ પ્રમાણે છે જીવને માટે ન્યાય્યમાર્ગ આત્માના શુદ્ધ ભાવરૂપ રત્નત્રયીનો માર્ગ છે અને અન્યાય્ય માર્ગ રત્નત્રયીથી વિપરીત મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રરૂપ છે. તત્ત્વસંવેદનવાળા મુનિઓની ન્યાય્યમાર્ગમાં શુદ્ધ પ્રવૃત્તિ=સમભાવની વૃદ્ધિનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy