________________
૨૪
સાધુસામગ્રદ્ધાત્રિશિકા/બ્લોક-૧ સંસ્કારો ક્ષીણ થાય છે અને મોહની પરિણતિથી વિપરીત પરિણતિનું આધાન થાય તેવા ઉત્તમ સંસ્કારો પડે છે, જે તત્ત્વજ્ઞાનના સંસ્કારો છે. તેથી આ જ્ઞાન વિષ્ણરહિત મોક્ષની પ્રાપ્તિનું કારણ છે.
આ ત્રીજા જ્ઞાનના કાળમાં ચિત્તની ઉત્તમતા હોવાને કારણે બંધાતું પુણ્ય પ્રકર્ષવાળું હોય છે, અને તત્ત્વજ્ઞાનના સંસ્કારોથી આત્મા વાસિત થતો હોય છે. તેથી આ ભવમાં ક્ષપકશ્રેણી પ્રાપ્ત ન થાય તો જન્માંતરની પ્રાપ્તિ થાય ત્યારે, સંયમના પાલનથી થયેલી પુણ્યપ્રકૃતિથી ઉત્તમ દેવભવ કે મનુષ્યભવ પ્રાપ્ત થાય છે, અને તે ભવમાં પોતાને પ્રતિકૂળ એવા કોઈ સંયોગો ભૂતકાળનાં કોઈ ક્લિષ્ટ કર્મો ન હોય તો પ્રાપ્ત થતા નથી.
જેમ કે મનુષ્યભવમાં હોય તો શારીરિક, આર્થિક અને કૌટુંબિક તેવા પ્રકારનું પુણ્ય હોય કે જેથી દીર્ઘ આયુષ્યકાળમાં પણ કોઈ પ્રતિકૂળ સંયોગો ઉત્પન્ન થાય નહિ, પરંતુ સર્વ રીતે અનુકૂળતા ભોગવીને સંયમના પરિણામો થાય, અને સંયમકાળમાં પણ પ્રાયઃ કરીને ભૂતકાળનું કોઈ ક્લિષ્ટ કર્મ ન હોય તો કોઈ ઉપસર્ગો કે પરિષહોની પ્રાપ્તિ થાય નહિ, અને ચિત્ત મોહથી અનાકુળ થઈને સહજ રીતે સાધના કરી શકે તેવા પ્રકારનું પુણ્ય આ ત્રીજા પ્રકારના જ્ઞાનથી ઉત્પન્ન થાય છે. તેથી અવિપ્નથી ફળને આપનારું આ તત્ત્વસંવેદનજ્ઞાન છે. પણ અવતરણિકા :
શ્લોક-૨ થી ૫ સુધી ત્રણ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું. હવે તે ત્રણ પ્રકારનાં જ્ઞાનોતે જાણવા માટેના લિંગો ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :
निष्कम्पा च सकम्पा च प्रवृत्तिः पापकर्मणि ।
निरवद्या च सेत्याहुर्लिंगान्यत्र यथाक्रमम् ।।६।। અન્વયાર્થ
પાપન નિમ્પા વ સમ્પ પ્રવૃત્તિ =પાપકર્મમાં નિષ્કપ પ્રવૃત્તિ અને સકંપ પ્રવૃત્તિનિરવા રસી અને નિરવદ તે=પ્રવૃત્તિ, ત્ર=અહીં-ત્રણ પ્રકારનાં જ્ઞાનોમાં,તિનિનિયથાક્રમ કાદુએ પ્રકારનાં યથાક્રમ લિંગો કહે છે. દા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org